Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

૪૨ લાખ ૪૯ હજારના ચેક રિટર્નના કેસમાં જામનગરના ભવાની એન્‍ટરપ્રાઇઝના માલીકને ૩ કેસોમાં ૧ વર્ષની સજા

રાજકોટ,તા. ૮ : જામનગરમાં ગ્રેઈન માર્કટમાં આવેલ નામાંકીત પેઢી ભવાની એન્‍ટરપ્રાઇઝના માલીક ધવલ અશોકભાઈ આશરે રાજકોટની રાજકોટન કોપોરેશન પેઢી પાસેથી ખરીદ કરેલ કપાસીયા ખોળનુ પેમેન્‍ટ કરવા ઈશ્‍યુ કરી આપેલ જુદા જુદા ૩ ચેકોની રકમ મળી રૂમ.૪૨,૪૯,૪૯૦/- અદા કરવા ઈશ્‍યુ કરી આપેલ ત્રણેય ચેકો રીટન થતા તે સબંધેના દાખલ થયેલ ત્રણેય કેસો ચાલી જતા રાજકોટના મહે.એડી.ચીફ.જયુડી.મેજી આર.બી.ગઢવી એ આરોપીને દરેક કેસમા એક એક વષેની સજા ઉપરાંત ચેકોની રકમનો વળતર ફરીયાદીને એક માસમા ચુકવવા અને તેમા કસુર કયે દરેક કેસોમાં વધુ છ - છ માસની સજા ફરમાવતો જામનગરની નામાંકીત પેઢી વીરૂધ્‍ધ સજાનો હુકમ સાંભળી રાજકોટ તેમજ જામનગર ગ્રેઈન માર્કટમા ચર્ચાનો વીષય બની ગયેલ છે.
આ કેસની હકીકત જોઈએ તો રાજકોટમા હેમુ ગઢવી હોલ પાછળ ઓફીસ ધરાવતા રાજકોટન કોર્પોરેશનના ભાગીદાર નરેશ ગીરીધરભાઈ લોટીયા એ જામનગરમાં ગ્રેઈન માર્કટ, ચબુતરા સામે, ત્રીદેવ હાઉસમા ભવાની એન્‍ટરપ્રાઈઝના પ્રોપરાઈટર દરજ્જે ધંધો કરતા ધવલ અશોકભાઈ આશરે ફરીયાદી પેઢી પાસેથી રકમ રૂ.૪૨,૪૯,૪૯૦/- નો કપાસીયા ખોળ ખરીદ કરી માલનુ પેમેન્‍ટ કરવા રૂા.૧૦,૩૪,૫૦૦/- તથા રૂા.૨૩,૪૫,૬૯૦/- તથા રૂ.૮,૬૯,૩૦૦/- અદા કરવા ફરીયાદી પેઢી જોગના ચેકો ઈશ્‍યુ કરી આપી, પાસ થઈ જશે તેવા વચન, વિશ્વાસ અને ખાત્રી આપ્‍યા બાદ પણ બેંક ખાતામા નાણા ભંડોળ ન રાખી ત્રણેય ચેકો રીટર્ન કરાવી આચરેલ ગુના અન્‍વયે ફરીયાદીએ રાજકોટની અદાલતમા ત્રણ જુદા જુદા કેસો આરોપી વીરૂધ્‍ધ દાખલ કરેલ.
ઉપરોકત ત્રણેય કેસો ચાલી જતા ફરીયાદીના એડવોકેટ સુરેશ ફળદુ મારફત એવી રજુઆત કરેલ કે ફરીયાદીએ પોતાના કેસના સમર્થનમાં દસ્‍તાવેજી પુરાવો તથા મૌખીક પુરાવો રજુ કરી ધી નેગોશીયેબલ ઇન્‍સ્‍ટટુમેન્‍ટ એક્‍ટના કાયદામાં દશાવ્‍યા મુજબની પોતાની જવાબદારી પુરવાર કરી આરોપી વિરૂધ્‍ધ નિઃશંક પણે કેસ પુરવાર કરેલ હોય અને પોતાનું કાયદેસરનું લેણુ પ્રસ્‍થાપિત કરેલ હોય જેનુ મજબુત પુરાવાથી ખંડન કરવામા તેમજ આરોપી જે કેસ લઈને આવેલ છે તે પુરવાર કરવામા આરોપી પક્ષ સદંતર નીષ્‍ફળ નીવડેલ હોય ત્‍યારે ફરીયાદીની ફેવરમાં અનુમાન કરી આરોપીને તક્‍સીરવાર ઠરાવવા જુદા જુદા ચુકાદાઓ પર આધાર રાખી અરજ ગજારેલ.
 ફરીયાદપક્ષના પુરાવાનું ખંડનો કરતો ખંડનાત્‍મક પુરાવો આરોપી રેક્‍ડ પર લાવવામાં સફળ થયેલ નથી, આરપીએ અનુમાનોનું ખંડન કાયદાના પ્રસ્‍થાપિત સિધ્‍ધાંત મુજબ પુરવાર કરવા પહેલા સર્કમટન્‍સીસ રેકડ ઉપર ઉભા કરવા પડે કે સામાન્‍ય બુધિશાળી માણસ એવુ માનવા પ્રેરાય કે જે ફરીયાદીએ દશાવેલ લેણુ કાયદેસર નથી. આવા પ્રબળ સંજોગો ઉત્‍પન કરવા પડે અને સમગ્ર વવહાર શંકાસ્‍પદ બનાવવો પડે જેમ કરવામાં આરોપી સદંતર નિષ્‍ફળ નીવડેલ હોય ત્‍યારે ફરીયાદીના ત્રણેય કેસો પુરવાર માની આરોપીને ત્રણેય કેસોમા તક્‍સીરવાન ઠેરવી એક - એક વષની સજા ઉપરાંત ચેકોની રકમ એક માસમા ફરીયાદીને વળતર પેટે ચુકવવા અને તેમા ક્‍સુર કયે દરેક કેસમા વધુ છ - છ માસની સજા ફરમાવતો સમાચીન્‍હરૂપ ચુકાદો ફરમાવવામાં આવેલ.
ઉપરોક્‍ત કામમાં ફરીયાદી નરેશભાઈ લોટીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા.

 

(3:56 pm IST)