Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ગીલાભાઇ આહીરને સેવામય અંજલીઃ રકતદાન કેમ્પમાં ૭૮પ યુનિટ એકત્ર

 રાજકોટઃ ખ્યાતિપ્રા વ્યકિતત્વ ધરાવનાર સ્વ. ગીલાભાઇ આહીરની ૧૦મી પૂણ્યતિથી નિમિતે આ વર્ષે પણ રકતદાન કેમ્પનું સેવામય આયોજન કરાયુ હતું. મેઘાણી રંગભવન ખાતે યોજાયેલ આ રકતદાન કેમ્પમાં ઉંત્સાહભેર લોકોએ રકતદાન કરતા ૮૭પ બોટલ રકત એકતર થયેલ. જે જરૂરતમંદ દર્દિઓ માટે અર્પણ કરાયું હતું. આ કેમ્પમાં અખિલ મચ્છોયા આહિર સમાજ ટ્રસ્ટ દ્વારકાના પ્રમુખ લાભુભાઇ ખીમાણીયા, પૂર્વ ડેપ્યુટી મેયર મુકેશભાઇ ડાંગર, ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, રાજકોટ મેયર પ્રદિપ ડવ, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય વોર્ડ નં.૧ના કોર્પોરેટર ભાનુબેન બાબરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, વિરોધ પક્ષ નેતા અર્જુનભાઇ ખાટરીયા, પી.ડી.એમ.કોલેજના ટ્રસ્ટી ઘનશ્યામભાઇ હેરભા, ભાજપ અગ્રણી ભાનુભાઇ મેતા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, શહેર ભાજપ ઉંપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, આહીર અગ્રણી જશુભાઇ રાઠોડ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, હરિભાઇ ડાંગર, કોર્પોરેટર નરેન્દ્રભાઇ ડવ, નિતીનભાઇ રામાણી, હિરેનભાઇ ખીમાણીયા, અલ્પેશાઇ મોરઝરીયા, પરેશભાઇ પીપળીયા, રવજીભાઇ મકવાણા, જયદિપસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ કુંગશીયા, ગૌતમભાઇ ગૌસ્વામી, અજયસિંહ જાડેજા, કરણીસેના જે.પી. જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, રાજવીરસિંહ વાળા, હિતુભા પડવલા, અનિરૂધ્ધસિંહ જાડેજા (રીબડા), વિજયસિંહ ચાંદલી, વરજાંગભાઇ હુંબલ વિક્રમભાઇ ખીમાણીયા, યુવા ભાજપ પ્રમુખ કિશનભાઇ ટિલવા તેમજ યુવા ટિમ, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સતિષભાઇ શિંગાળા તેમજ યુવા ટીમ, જિલ્લા પંચાયત સદસ્ય રાજુભાઇ ડાંગર, સવજીભાઇ મૈયડ,  જે.જે.ધ્રાંગા, ડો. જગમાલ ઘુસર, ડો. હિમાંશુ રાજા, ડો. પ્રશાંત વણઝર, ડો. શૈલેષ બાણુગરીયા, ડો. વિરલ બલદાણીયા, ડો. હાર્દિક મેતા, આહીર સમુહ લગ્ન સમિતિ, આહીર કર્મચારી મંડળ, આહીર સમાજ વેંચારીક ક્રાંતી ગ્રૂપ, આહીર સ્ટુડન્ટ વેલફેર ગ્રુપ, સૌરાષ્ટ્ર કરણીસેનાના આગેવાનો ઉંપસ્થિત રહ્યા હતા.

 

(11:39 am IST)