Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

હુક્કાબારના ઉપયોગમાં લેવાતા સામાનનો મોટો જથ્થો કબજે કરતી શહેર એસઓજી ટીમ

રાજકોટ: શહેરના પોલીસ કમીશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુક્ત પોલીસ કમીશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન પ્રવીણકુમાર મીણા  તથા નાયબ પોલીસ કમીશ્નર  મનોહરસિંહ જાડેજા તથા એ. સી. પી. ક્રાઇમ  ડી.વી.બસીયા  તથા એસ. ઓ. જી.ના પો.ઇન્સ. આર.વાય. રાવલએ રાજકોટ શહેર વિસ્તારમાં ગે. કા. તમાકુ ઉત્પાદન તેમજ ગે.કા. રીતે હુક્કાબારના હુક્કામાં ઉપયોગમાં લેવાતા તમાકુ મીશ્રીત ફ્લેવર સંબંધી પ્રવૃતી અટકાવવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને અમો પો. સબ ઇન્સ. એમ. એસ. અંસારીનાઓ તથા સ્ટાફના અન્ય માણસો પ્રયત્નમાં હતા દરમ્યાન આજરોજ અમારી ટીમના પો.હેડ.કોન્સ વિજેન્દ્રસિંહ એ. ઝાલા તથા પો.કોન્સ અઝહરૂદીનભાઇ બુખારીના ઓને સંયુકત રીતે મળેલ હકીકતને આધારે રાજકોટ યુનીવર્સીટી રોડ ઉપર મોમાઇ હોટલ પાસે આવેલ “સ્મુકાહ" એક્ષોટીક ફ્લેવર એન્ડ ફેગેરેન્સ ૧૦૧ નામની દુકાન ફોર ક્વેર પ્લાઝા બીલ્ડીંગ માથી આરોપી ભવ્ય જયેશભાઇ ગંધા ઉ.વ.૨૨ રહે.ભક્તીનગર સર્કલ વાણીયાવાડી-૩૭ કોર્નર “શક્તિકૃપા" જલારામ ચોક રાજકોટ વાળાની દુકાનમાથી હક્કામાં ઉપયોગમાં લેવાતા નીચે મજબના સાધનો સી આર પી સી. કલમ-૧૦૨ મુજબ કબજે લીધેલ છે.

 

કબજે કરેલ મુદામાલઃ (૧) હુક્કામાં ઉપયોગમાં લેવાતી અલગ-અલગ બ્રાંડની તમાકુ મિશ્રીત ફ્લેવરો નંગ-૧૦૩૨ કીમત

રૂ.1,34,160/- (ર) હુક્કા નંગ-૨ કીમત રૂ.૨૦૦૦/

(૩) હુક્કામાં વપરાતી પ્લાસ્ટીકની પાઇપ નંગ-૪૬ કીમત રૂ.૪,૬૦૦/

હુંક્કાના કોલસાને ગરમ રાખવા વપરાતો ફોઇલ પેપર પેકેટ નંગ-૧૦ કીમત રૂ.૭૦૦/ (૮) હુક્કાના ઉપયોગમાં લેવાતી માટીની ચીમની નંગ-૪૬ કીમત રૂ.૧૩૮૦/ (૫) હુક્કાના કોલસાને સળગાવવા માટે વપરાતી ઇલેક્ટ્રીક સગડી નંગ-૧ કીમત રૂ.૮૦૦/ (૬) સ્ટેનલેસ સ્ટીલના ચીપીયા નંગ-૫ કીમત રૂ.૨૫૦/

(૭) હુક્કાના ઉપયોગમાં લેવાતુ કોલસીનું પેકેટ નંગ-૧ કીમત રૂ.૨૦૦/ મળી કુલ રૂ.૧,૪૪,૯૯૦/- નો મુદ્દામાલ કજે કરેલ છે. - કામગીરી કરનાર અધિકારી તથા સ્ટાફના માણસોઃ- રાજકોટ શહેર એસ.ઓ.જી.પો.ઇન્સ. આર.વાય. રાવલ તથા પો.સબ.ઇન્સ એમ.એસ.અંસારી તથા પો.હેડ.કોન્સ ઝહીરભાઇ ખફીફ તથા પો.કોન્સ વિજેંદ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ અઝરુદીનભાઇ બુખારી તથા અનીલસીંહ ગોહીલ તથા પો.કોન્સ જયુભા પરમાર તથા પો.હેડ.કોન્સ હરીભાઇ બાલાસરા તથા મહીલા પો.કોન્સ સોનાબેન મુળીયા દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

(6:46 pm IST)