Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

રાજકોટમાં આજે ૧ મોતઃ નવા ૨૩ કેસ

શહેરમાં કુલ કેસનો આંક ૧૪,૦૭૮ એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં કુલ ૧૩,૪૭૦ દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યોઃ રિકવરી રેટ ૯૫.૮૩ ટકા

રાજકોટ, તા.૮:  વૈશ્વિક મહામારી કોરોનાની સારવાર દરમિયાન શહેર અને જીલ્લામાં  આજે ૧ દર્દીનું મોત થયું છે. શહેરમાં બપોરે ૨૩ કેસ નોંધાયા છે. જયારે કોરોનાનો રિકવરી રેટ ૯૫.૮૩ ટકાએ પહોંચ્યો છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૭નાં સવારે ૮ વાગ્યાથી તા.૮ને  આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૧ દર્દીએ દમ તોડી દીધા હતો.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી ૨ પૈકી એક પણ મોત જાહેર કર્યુ નથી.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૩૦૪ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. ે રાજકોટ જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં ૬ સાથે ૯૪ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કાર્યરત છે.

બપોર સુધીમાં ૨૩ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૩ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૪,૦૭૮ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૩,૪૭૦  લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૫.૮૩ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૧૨૫૭ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૬૨ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૪.૯૩ ટકા થયો  હતો. જયારે ૬૦ દર્દીઓને સાજા થયા હતા. જયારે આજ દિન સુધીમાં ૫,૪૫,૨૨૫ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૪,૦૭૮ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૫૮ ટકા થયો છે.

(2:56 pm IST)