Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

મોદી સ્કૂલ પાસે છોકરીઓની છેડતી કરતા કેતન સવનીયાને ઝડપી લેતી દુર્ગાશક્તિ ટીમ

છોકરીઓને હાથથી તેમજ આંખથી બિભત્સ ચેનચાળા કરી ઇશારા કરતો હતો

રાજકોટ : શહેરમાં છોકરીઓની છેડતી કરતા રોમિયોને સબક શીખવાડવા અને મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસ કમિશ્નર એ દુર્ગાશક્તિ ટીમની રચના કરેલ છે ત્યારે  પેટ્રોલીંગ દરમ્યાન માલવીયાનગર પોલીસ સ્ટેશનની દુર્ગાશક્તિ ટીમે મોદી સ્કૂલ પાસે છોકરીઓની છેડતી કરતા રોમિયોને ઝડપી લીધો છે

 પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુક્ત પોલીસ ક્મિશ્નર ખુરસીદ અહેમદએ  શહેરમા દુર્ગાશક્તિ ટીમની રચના કરી છે  જે અન્વયે નાયબ પોલીસ કપ્રિશ્નર ઝોન-ર  મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ કમિશ્નર દક્ષિણ વિભાગ જે…એસગેડમનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સુચના મુજબ દુર્ગા શક્તિ ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટોલીંગમા હતા તે દરમ્યાન ઇન્દ્રપ્રસ્થ નગર મોદી સ્કુલ પાસે એક યુવક  જાહેરમા આવતી જતી છોકરીઓને  હાથથી તેમજ આંખથી બિભત્સ ચેનચાળા કરી ઇશારા કરતો હોય જેથી તેના વિરૂધ્ધ જી.પી.એક્ટ કલમ ૧૧૦,૧૧૭ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરવામા આવેલ છે.

ઝડપાયેલ કેતન ભગવાનજીભાઇ સવનીયા (ઉ.વ ૨૩) ( રહે ,કોઠારીયા સોલવન્ટ સીતારામ શેરી નં ૬ રાજકોટ. ) સામે કાર્યવાહી હાથ ધરી છે

 આ કામગીરીમાં દુર્ગાશક્તિ ટીમ ઇન્યાર્જ એ.એસ.આઇ એચ.એમ.મણવર તથા વુ.પો.કોન્સ મેઘનાબેન તથા હંસાબેન તથા દિપાલીબેન તથા પો.કોન્સ જગદીશભાઇ ડાંગર જોડાયા હતા

(10:17 pm IST)