Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ડોકટર ભાન ભુલ્યોઃ પરિણીતાની છેડતી કરી

રૈયા ચોકડી પાસે જેએમસીનગરમાં અક્ષર કલીનિક ધરાવતાં ડો. પ્રકાશ પરમાર સામે યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરીઃ ગઇકાલે બપોરે ૨૭ વર્ષિય પરિણીતા પોતાની ૨ વર્ષની દિકરીની શરદીની દવા લેવા ગઇ ત્યારે હોમિયોપેથી ડોકટરને કબુધ્ધી સુજીઃ ડઘાઇ ગયેલી પરિણીતાએ રડતાં-રડતાં પરિવારજનોને જાણ કરીઃલોકોએ ધોલધપાટ કરીઃ પોલીસે પણ 'પુછતાછનો આકરો ડોઝ' આપ્યો

તસ્વીરમાં અક્ષર કલીનિક અને જેની સામે ફરિયાદ નોંધાઇ તે ડો. પ્રકાશ પરમાર નજરે પડે છે. 

રાજકોટ તા. ૮: ડોકટરને લોકો ભગવાનનું રૂપ સમજી તેના પર પુરેપુરો ભરોસો મુકતાં હોય છે. પરંતુ રૈયા ચોકડી પાસે જેએમસી નગરમાં આરએમસી કવાર્ટર પાસે કલીનિક ધરાવતાં એક હોમિયોપેથી ડોકટરને કબુધ્ધી સુજી હોય તેમ કલીનિકમાં પોતાની બે વર્ષની દિકરીની શરદીની દવા લેવા આવેલી એક પરિણીતાનો હાથ પકડી લઇ અડપલા કરી નિર્લજ્જ ચાળા કરતાં અને બિભત્સ માંગણી કરતાં આ પરિણીતા ડઘાઇ ગઇ હતી. તેણીએ રડતાં-રડતાં ઘરના સભ્યોને જાણ કરતાં બધા ડોકટરના દવાખાને પહોંચ્યા હતાં. જોતજોતામાં લોકો ભેગા થઇ જતાં ડોકટરની કરતૂત જાણી ધોલધપાટ શરૂ કરી દીધી હતી. બાદમાં તેને પોલીસને સોંપાતા પોલીસે પણ પુછતાછનો આકરો ડોઝ આપ્યો હતો.

જાણવા મળ્યા મુજબ રૈયા ચોકડી વિસ્તારમાં રહેતાં એક ૨૭ વર્ષિય પરિણીતા ગઇકાલે બપોરે પોતાની બે વર્ષની દિકરીને શરદી થઇ હોઇ જનતા ડેરીની સામેના ભાગે જેએમસી નગર પાસે આરએમસી કવાર્ટર નજીક અક્ષર કલીનિક નામે દવાખાનુ ધરાવતાં બીએચએમએસ ડોકટર પ્રકાશ બટુકભાઇ પરમાર (કડીયા) (ઉ.૩૦) પાસે દવા લેવા ગયા હતાં. ડોકટરે પરિણીતાના ખોળામાં બેસેલી તેની પુત્રીને તપાસી હતી અને એ દરમિયાન અચાનક પરિણીતાનો હાથ પકડી લીધો હતો અને ન બોલાવના શબ્દો બોલી બિભત્સ માંગણી કરતાં પરિણીતા હેબતાઇ ગઇ હતી. દવા લઇ ઘરે આવી ગયા પછી તેણી સતત ચિંતીત થઇ ગઇ હતી. બાદમાં આજે તેણી રડવા માંડતા ઘરના સભ્યોએ પુછતાછ કરતાં તેણીએ પોતાની સાથે ડોકટરે અસભ્ય વર્તન કર્યાનું કહેતાં જ સ્વજનો રોષે ભરાયા હતાં અને ડોકટરના કલીનિકે પહોંચ્યા હતાં. દેકારો થતાં આસપાસના લોકો પણ ભેગા થઇ ગયા હતાં. તબિબે છેડછાડ કર્યાની વાત સાંભળી લોકોએ પિત્તો ગુમાવ્યો હતો અને જોતજોતામાં ધોલધપાટ શરૂ કરી દીધી હતી.

દરમિયાન પોલીસને જાણ થતાં યુનિવર્સિટી પોલીસની ગાડી પહોંચી હતી અને ડોકટરને સકંજામાં લઇ ભોગ બનનાર પરિણીતાની ફરિયાદ પરથી આઇપીસી ૩૫૪ મુજબ ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી. લોકોમાં થઇ રહેલી ચર્ચા મુજબ અગાઉ પણ આવી ફરિયાદો ઉઠી હતી. યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ બી. જી. ડાંગર, હેડકોન્સ. મહિપાલસિંહ સહિતે જરૂરી કાર્યવાહી કરી ડોકટરની પુછતાછ કરી હતી.

(4:41 pm IST)
  • આજે બપોરે જમ્મુ - કાશ્મીરના શ્રીનગરના હ્બાક ચૌક પર આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો જેમાં એક નાગરિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આતંકીઓને પકડવા પોલીસ અને સેના ના જવાનોએ ચારે બાજુ ઘેરાબંધી કરી હોવાનું જાણવા મળે છે. access_time 3:12 pm IST

  • વડોદરામાં એનએસયુઆઈ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ : ૩૫થી વધુ કાર્યકરોની અટકાયત : અમદાવાદમાં એબીવીપીના કાર્યકરો દ્વારા થયેલ હુમલાના વિરોધ પ્રદર્શન માટે સરદાર પટેલ પ્રતિમા પાસે રેલી દરમિયાન એનએસયુઆઈના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતું access_time 5:18 pm IST

  • ઈરાનમાં બે કલાકમાં ૪.૯ અને ૫.૫ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા છે access_time 1:01 pm IST