Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ફ્રેન્ડસ કલબ દ્વારા રવિવારે પોલીસ જવાનોનું સન્માન-સંગીતનો કાર્યક્રમ

રાજકોટ,તા.૮: જાંબાઝ પોલિસ જવાનોના  સન્માન સમારોહ તેમજ મ્યુઝીકલ પ્રોગ્રામ ''અંખીયન સંગ અંખીયન લાગી આજ''નું આયોજન ફેન્ડસ કલબ દ્વારા હેમુગઢવી મીની તા. ૧૨ રવિવારેના રાત્રે ૯ કલાકે આયોજન કરેલ છે.

જેમાં પી.આઇ. હિતેષભાઇ ગઢવી'' (રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા) ગજેન્દ્રસિંહ રાઠોડ,  રાણા, પ્રવિણસિંહ કાદવાલા, નિલેશભાઇ મકવાણા તેમજ જીજ્ઞેશભાઇ અમરેલીયાનું સન્માન કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે ફેન્ડસ કલબ સતત ૧૮ વર્ષથી સેવાકિય પ્રવૃતિ તથા દિવ્યાંગ બાળકો માટેના કાર્યક્રમોનું આયોજન કરતુ આવ્યુ છે. આ કાર્યક્રમમા વિપુલ રાઠોડ તેમજ તેમની પૂરી ટીમ દ્વારા નવા જુના ગીતો હિન્દી ફિલ્મી ગીતો રજૂ કરશે.

 કાર્યક્રમનું સંચાલન ઐશ્વર્ય ગાંધી કરશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા આયોજક ટીમ ડો. મનિષ ગોસાય, વિપુલ રાઠોડ, લીનાબેન વખારીયા, સંદીપ પારેખ, અક્ષર પટેલ, કિર્તીભાઇ કંસારા, (લોક મિજાજ), જય પ્રકાશ પટેલ, જયેશભાઇ કતીરા, વજુભાઇ ગઢવી, ભરતભાઇ પિત્રોડા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:36 pm IST)
  • વિદ્યાર્થીઓના સમર્થનમાં જેએનયુ પહોંચેલી દીપિકા પાદુકોણને લઈને કન્હૈયાકુમારે કહ્યું સારું થયું તે આવી પરંતુ મેં જોઈ નથી અને તેણી સાથે વાત કરી શક્યો નથી : મારી તેની સાથે મુલાકાત થઇ નથી: તે જેએનયુ છાત્રસંઘની અધ્યક્ષ આઈસી ઘોષને મળી access_time 1:24 am IST

  • 27 ઉદ્યોગપતિઓને મળ્યા સીએમ ઉદ્ધવ ઠાકરે : કહ્યું મહારાષ્ટ્રને આગળ લાવવું છે :ઉદ્યોગપતિઓને પરેશાન થવા દઈશું નહીં : રોકાણ માટે બહેતર માહોલ બનાવશું : સમસ્યાના ઉકેલની આપી ખાતરી access_time 1:25 am IST

  • સેન્સેકસ ૬૯ ડાઉન સાથે ૪૦૭૯૯: નીફટી ૩૩ ડાઉન સાથે ૧૨૦૧૯: રૂપિયો ૭૧.૮૩ access_time 1:01 pm IST