Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ભાજપનાં મહિલા મોર્ચા દ્વારા સફાઇ અભિયાનનું નાટક ગુરૂપ્રસાદ ચોકમાં ગંદકીઃ જાગૃતિબેન ડાંગરનાં આક્ષેપો

રાજકોટઃ આજે સવારે ભાજપ મહિલા મોર્ચાનાં ઉપક્રમે સફાઇ અભિયાન હાથ ધરાયેલ તે માત્ર નાટક અને ફોટોસેશન સમાન હોવાનો આક્ષેપ વોર્ડ નં. ૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે કર્યો છે. તેઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આજરોજ સફાઇના નામે ભાજપ મહિલા મોરચાની બહેનોએ ફકત જે રોડ સફાઇ થયેલ હોય ત્યાં ફોટા પડાવીને જતા રહ્યા હતા. ગુરૂપ્રસાદ ચોકથી ઝુંબેશ ચાલુ કરી પરંતુ બાજુમાં આવેલ આવાસમાં શું  સ્થિતિ છે એ જોવાની કોઇએ તસ્દી લીધી નહીં પૂર્વ ધારાસભ્ય જયાંથી ચુંટાય ને આવતા એ આંબેડકરનગરની મનપાની સ્કુલ સામે ગંદકીનાં ગંજ ખડકાયા છે જે સ્થળે સફાઇ અભિયાનનું ફોટોસેશન થયું તેની બાજુમાંજ ગંદકી ખદબદી રહી હતી છતાં કોઇએ તે જોવાની કે સાફ કરાવવાની તસ્દી લીધી ન હતી. તસ્વીરમાં શાસકોની આ ઝુંબેશની વરવી હકીકત નજરે પડે છે. જે જાગૃતિબેને પુરાવા રૂપ રજૂ કરી છે.

(4:32 pm IST)