Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

દેશી-વિદેશી દારૂના દરોડામાં પાંચ અને દારૂ પી વાહન હંકારતા ચાર શખ્સો પકડાયા

ભકિતનગર પોલીસે દારૂની ૧ર બોટલ સાથે કિશનને અને તાલુકા પોલીસે દારૂની ૭ર બોટલ કબ્જે કરી

રાજકોટ તા. ૮ શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા દેશી અને વિદેશી દારૂ અંગેની ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં વિદેશી દારૂની ૮૪ બોટલ સાથે એક અને દેશી દારૂ સાથે ચાર શખ્સોને પકડી લીધા હતા.

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શહેરમાં દારૂ અને જુગારની ચાલતી પ્રવૃતિને નાબુદ કરવા માટે સૂચના આપતા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. જેબલીયા, એએસઆઇ જયુભા પરમાર તથા હેડ કોન્સ રણજીતસિંહ, વિક્રમભાઇ, મહેન્દ્રસિંહ, મયુરસિંહ, વિશાલભાઇ, ભાવેશ, મનિષભાઇ અને રવિરાજભાઇ સહિત પેટ્રોલીંગમાં હતથા ત્યારે એએસઆઇ જયુભા પરમાર અને મયુરસિંહને મળેલી બાતમીના આધારે ગોકુલનગર મેઇન રોડ શેરી નં.ર પાસે દરોડો પાડી રૂ.૬ હજારની કિંમતની દારૂની ૧ર બોટલ સાથે કિશન અમરશીભાઇ સોલંકી (ઉ.ર૭) રહે. ગોકુલનગર શેરી નં.ર) ને પકડી લીધો હતો. જયારે બીજા દરોડામાં તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.ડી.ડામોર સહિતના સ્ટાફે બાતમીના આધારે વાજડી ગામ ન્યારી નદીના કાંઠે બેઠા પુલ પાસે દરોડો પાડી દારૂની ૭ર બોટલ કિંમત રૂ.૩ર૪૦૦ ની કબ્જે કરી હતી જયારે વાજડીના દિપક ગામના શખ્સનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.

જયારે દેશી દારૂના દરોડામાં એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એન.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી. સાખરા સહિતના સ્ટાફે રૂ. ૮૧૦ ની કિંમતનો ૪૦પ લીટર દેશી દારૂનો આથો તેમજ ર૭ પતરાના ડબ્બા મળી રૂ.૮૬૪ ના મુદ્દામાલ સાથે દિનેશ મંગાભાઇ સાગઠીયા (ઉ.૪૦) (રહે. નવયુગપરા શેરી નં.૭) ને પકડી લીધો હતો જયારે બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ વી.જ.ે ધગલ સહિતે માલધારી સોસાયટી મેઇન રોડ પરથી રૂ.ર૦૦ ના ૧૦ લીટર દેશી દારૂ સાથે મનીષા નીલેષભાઇ વાઘેલા(ઉ.૩૪) (રહે. માલધારી સોસાયટી નદીના કાંઠે)ને તથા ભકિતનગર પોલીસ મથકના એએસઆઇ જયેન્દ્રસિંહ પરમાર સહિતે ભોજાભગત ચોકમાંથી રૂ.૬૦૦ના ૩૦ લીટર દેશી દારૂ સાથે મીરા ઉદ્યોગનગર શેરી નં. પ/૯ ના ગોપાલ કનુભાઇ રાઠોડ (ઉ.૪૯) ને કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ બી.ડી.ભરવાડ સહિતે મામાવડી મફતીયાપારામાંથી રૂ.૬૦નો ૩ લીટર દેશી દારૂ કબજે કરી સુનીતા ગોપાલ બુંટીયાની અટકાયત કરી હત જયારે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન.ડી.ડામોર સહિતે મોટામવા ગામ મફતીયાપરામાંથી રૂ.૧૮૦ ના ૯ લીટર દેશીદારૂ સાથે હકુબેનાભાઇ મદુરીયા (ઉ.૩પ) ને પકડી લઇ  કાર્યવાહી કરી હતી.

દારૂ પી વાહન હંકારતા ચાર શખ્સો પકડાયા

એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ સાજીદભાઇ ખોરાણી સહિતે વાહન ચેકીંગ દરમ્યાન રામનાથપરા જેલ ચોક પાસેથી દારૂ પી જીજે-૩ ડબલ્યુ ૩૧૩૩ નંબરનું એકટીવા લઇને નિકળેલા દિલીપસિંહ બાપુભા ઝાલા (ઉ.પ૦) (રહે. નાનામવા ગામ) ને, હેડ કોન્સ હારૂન ભાઇ ચાનીયા સહીતે રામનાથપરા મેઇન રો પરથી જીજે૩ જે.એચ.૯ર૧૧ નંબરનું એકટીવા લઇને નિકળેલા બકુલ જેસલભાઇ મકવાણા (ઉ.૩ર) (રહે. સોરઠીયા પ્લોટ શેરી નં. ર/૩) ને તથા રામનાથપરા મેઇન રોડ પરથી ઇરફાન ઉર્ફે ગની કાસમભાઇ લધર (ઉ.૩ર) (રહે. દુધનીડેરી મનહરપરા મફતીયાપરા શેરી નં.૧) ને છરી સાથે તથા કુવાડવા પોલીસે  કુવાડવા રોડ પરથી મહેશ રામજીભાઇ બદુકીયા (ઉ.૩પ)ને દારૂ પીધેલી હાલતમાં તથા ગાંધીગ્રામ પોલીસે દોઢસો ફુટ રોડ રૈયા ચોકડી પાસેથી દારૂ પી જીજે ૩ જેએન ૬૮૮પ નંબરના એકટીવા લઇને નિકળેલા જીતેન્દ્ર છગનભાઇ ગોહેલ (ઉ.પ૩) (રહે. આફ્રીકા કોલોની શેરી નં.૪) ને અને જામનગર રોડ રપ વારીયા કવાર્ટર નં.૧૪૬૮ નંબરના કવાટર પાસેથી ભરત સુરેશભાઇ સોલંકી (ઉ.ર૧) (રહે. ઘંટેશ્વર રપ વારીયા કવાર્ટર નં. ૧૪૬૮) ને છરી સાથે પકડી લીધો હતો.

(4:31 pm IST)
  • નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં ઉતરી અભિનેત્રી જુહી ચાવલા : બોલીવુડની અનેક હસ્તીઓએ સીએએ અને એનસીઆરનો વિરોધ કર્યો છે : દીપિકા પાદુકોણની જેએનયુની મુલાકાત બાદના વિવાદ વચ્ચે અભિનેત્રી જુહી ચાવલાએ ભાજપ સમર્થિત એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો : જુહીએ કહ્યું કે આપણામાંથી એવા કેટલા લોકોક હહે જૉ છેલ્લા પાંચ વર્ષમાં એકદિવસની પણ છૂટી લીધી નથી: એક આપણા વડાપ્રધાન છે છે સતત દેશને આગળ લાવવા પ્રયાસ કરે છે access_time 10:54 pm IST

  • ભગવાનના નામ પર હેવાન બનેલા ભાઈએ માઁ દુર્ગાને ચડાવી 12 વર્ષની સગીર બહેનની બલી : 2018માં પણ આહુતિ મર્ડર કેસમાં ઝડપાયો હતો : ઓડિસાના બોલગીર જિલ્લાના હેવાન શુભોબનની ધરપકડ : ભાઈ સાથે 12 વર્ષની બહેન જનાની રાના નજીકના નૌપાડા જિલ્લાના ખૈરિયારમાં ગઈ હતી પરંતુ પરત નહીં ફરતા ગામલોકોએ પોલીસ સ્ટૅશનને ઘેરીને સગીરાના ભાઈ પર જ શંકા વ્યક્ત કરતા હેવાન ભાઈની ધરપકડ કરતા તેને પોતાની બહેનની બાલી ચડાવ્યાનું કબુલ્યું access_time 1:15 am IST

  • શ્રીનગરમાં સીઆરપીએફ કાફલા પર ગ્રેનેડ ફેંકયો બે નાગરીકને ઇજાઃ જમ્મુ-કાશ્મીર શ્રીનગરમાં સીઆરપીએફ કાફલા પર આતંકી હુમલો થયો છેઃ આતંકીઓએ ગ્રેનેડ હુમલો કરતા બે નાગરિકને ઇજા પહોંચી છેઃ હાલમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. access_time 3:59 pm IST