Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

વિચરતી જાતિના ઉમેદવારો તરફી ઠરાવ બદલ અલ્પાબેનનો આભાર

પંચાયત પ્રમુખને થેંકયુ કહેતા નારણભાઇ સેલાણા

રાજકોટ, તા. ૮ : સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના સદસ્યશ્રી નારણભાઇ નાથાભાઇ સેલાણાએ મોકલેલ ઠરાવ અધ્યક્ષ સ્થાનેથી લેવા માટે જિલ્લા પંચાયતના પ્રમુખનો તેમણે આભાર માનેલ છે.

સામાન્ય સભામાં સૌરાષ્ટ્ર ઝોનના તમામ જિલ્લાના ઉમેદવારોને તાજેતરમાં લોકરક્ષક દળની ભરતીમાં વિચરતી જાતિના ઉમેદવારો કે જેઓ શેડયુલ ટ્રાઇબમાં આવે છે તેની ભરતી નિયમાનુસાર થયેલ નથી તેવી રજુઆત ધ્યાને લઇ વિચારતી જાતિના ઉમેદવારોને થતો અન્યાય દૂર કરી નિયમાનુસાર ભરતી કરવા આજની સામાન્ય સભામાં સરકારને ભલામણ કરવા સર્વાનુમતે લેવામાં આવેલ ઠરાવવામાં આવેલ છે.  તે મુજબનો ઠરાવ કરવા બદલ અમો સમગ્ર રબારી, ગઢવી, ભરવાડ સમાજ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ અલ્પાબેન અર્જુનભાઇ ખાટરીયાનો આભાર પ્રગટ કરીએ છીએ. તેમ નારણભાઇ સેલાણાએ જણાવ્યું છે.

(4:22 pm IST)