Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

રાજકોટમાં ચાઇનીઝ દોરી-તુકકલ-પતંગના વેચાણ સામે કલેકટર-પોલીસ તંત્ર મેદાનેઃ બપોરથી વેપારીઓ સાથે મીટીંગ

કાલે કલેકટર કચેરીએ કરૂણા ફાઉન્ડેશનની પત્રકાર પરીષદઃ પક્ષીઓને બચાવવા અપીલ... : દરોડા માટે મામલતદાર-પીઆઇની ટીમો બનાવાઇઃ જે ઝડપાશે તેને દંડ-સજાની જોગવાઇ...

રાજકોટ તા. ૮: રાજકોટ શહેર-જીલ્લામાં ચાઇનીઝ દોરી-પતંગ-તુકકલના વેચાણ-રાખવા-ઉડાડવા ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે, આમ છતાં છાને ખુણે વેપારીઓ વેચતા હોવાની ફરીયાદો ઉઠી છે.

આવી ફરીયાદો બાદ કલેકટર તંત્ર-પોલીસ તંત્ર મેદાને આવ્યું છે, આવા લોકોને ઝડપી લેવા મામલતદાર-પીઆઇની ટીમો પણ બનાવાઇ છે.

આજે એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ રાજકોટના સદરના પતંગના મોટા વેપારીઓ તથા અન્ય વેપારીઓને મીટીંગ અર્થે બોલાવી આવી ચાઇનીઝ આઇટમોનું વેચાણ કરતા હોય તો શાનમાં સમજી જવા અન્યથા એકશન લેવાશે તેવી ચેતવણી આપી દીધી હતી.

ચાઇનીઝ દોરા કેટલા જોખમી છે તેનો વિડીયો પણ બનાવાયો છે, જે શાળામાં મોકલી બાળકોને ફરજીયાત બનાવવા આદેશો કરાયા છે, પક્ષીઓને બચાવવા અપીલ પણ કરાઇ છે.

ચાઇનીઝ દોરા-પતંગ-તુકકલના વેચાણ સામે જાહેરનામું અમલમાં છે, તેનો ભંગ કરનારને ૬ મહિનાની કેદ-પ થી ૧૦ હજારનો દંડ થઇ શકે છે તેમ પણ વેપારીઓને જણાવી દેવાયું હતું.

આવતીકાલે મકરસંક્રાંતિ પર્વ ઉપર પક્ષીઓને બચાવવા સંદર્ભે કરૂણ ફાઉન્ડેશન દ્વારા બપોરે ૧ર વાગ્યે કલેકટર કચેરીમાં કલેકટરની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ પણ યોજાઇ છે, જેમાં કન્ટ્રોલરૂમ-અન્ય વિગતો અપાશે.

(4:20 pm IST)