Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

સંતકબીર રોડ પર આવાસ યોજનાની ૨૩ દુકાનોની હરરાજીઃ કોર્પોરેશનને ૩.૯ કરોડની ધીંગી આવક

૧૨.૪૦ લાખની બોલી સામે ૧૫.૪૦ લાખ ૧ દુકાનનાં ઉપજતાઃ ૩૦ લોકોએ હરરાજીમાં ભાગ લીધો

રાજકોટ,તા.૮: મ્યુ.કોર્પોરેશન દ્વારા આજે શહેરમાં સંત કબીર રોડ પર આવેલ રાજીવ આવાસ યોજનાંમાં શોપીગ સેન્ટરમાં આવેલ ૨૩ દુકાનોનું વેચાણ હરરાજી મારફત કરાવેલ જેમાં તેમને ૩.૯ કરોડની ધીંગી આવક આવક થઇ હતી.

આ અંગે સતાવાર યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંત કબીર રોડ પર બનાવવામાં આવેલ રાજીવ આવાસ યોજનામાં આવેલ દુકાનોની આજે તારીખૅં ૦૮-૦૧-૨૦૨૦ ના રોજ જાહેર હરરાજી કરવામાં આવી હતી. કુલ ૨૩ દુકાનોનું હરરાજી દરમ્યાન વેંચાણ થયેલ છે. આ દુકાનોની હરરાજીથી મહાનગરપાલિકાને કુલ ૦૩.૦૯ કરોડની આવક થયેલ છે. આ હરરાજીમાં એક દુકાનની હાઈએસ્ટ કીમત ૧૫.૪૦ લાખ મળેલ છે, જેમાં અપસેટ પ્રાઈસ ૧૨.૪૦ લાખ રાખવામાં આવેલ હતી.

આ જાહેર હરાજી તમામ અરજદારો માટે રાખવામાં હતી. જેમાં ૩૦ અરજદારોએ ભાગ લીધો હતો. હરરાજીમાં ભાગ લેવા માટે એક લાખ રૂપિયા ડીપોઝીટ રાખવામાં આવી હતી. જે અરજદારોએ રૂ. એક લાખ રોકડાં અથવા બેંક ડીમાન્ડ ડ્રાફટથી ડીપોઝીટ ભરી હરરાજીમાં ભાગ લીધો હતો. ડીપોઝીટની રકમ હરરાજી પુર્ણ થયે સ્થળ ઉપર જ પરત આપવામાં આવી હતી.

(4:16 pm IST)