Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

સમસ્ત સોજીત્રા પરિવાર દ્વારા રવિવારે સ્નેહમિલન-રકતદાન કેમ્પ હસાયરો

રાજકોટ,તા.૮: શ્રી સમસ્ત સોજીત્રા પરિવાર રાજકોટનું રાજકોટમાં રહેતા પરિવારજનો માટે તા.૧૨ ના રોજ ક્રિષ્ના પાર્ટીપ્લોટ(મવડી-પાળ રોડ, દેશી ધમાલની સામે, રામધણ પાછળ)ખાતે સ્નેહમિલનનું આયોજનનું આયજોન કરવામાં આવેલ છે. આ સ્નહેમિલનમાં બપોરે બે વાગ્યાથી પરિવાર જનોનો રકતદાન કેમ્પ રાખવામાં આવેલ છે.

આ સ્નેહમિલન માં અતિથિ વિશેષ પદે ખોડલધામ ટ્રસ્ટ, કાગવડના ચેરમેન-પ્રમુખશ્રી નરેશભાઇ પટેલ તથા ઉપપ્રમુખ શ્રી તુષરભાઇ લુણાગરિયા ઉપસ્થિત રહેશે. આ સ્નેહમિલન માં ગત પરીક્ષામાં સારો દેખાવ કરનાર ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થી ઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. સાંજના સમયે સમસ્ત પરિવાર માટે સ્નેહ ભોજન, રાસગરબા, અને હાસ્ય કલાકાર શ્રી  સંજયભાઇ સોજીત્રાનો હાસ્ય દરબાર તેમજ પરિવારની દિકરીઓના પ્રેરક પ્રવચન રાખવામાં આવેલ છે. સમસ્ત સોજીત્રા પરિવારજનોને આમંત્રણ અપાયું છે.

આયોજનોને સફળ બનાવવા જીતુભાઇ સોજીત્રા, મનીષભાઇ સોજીત્રા મો. ૯૯૦૪૨૨૭૪૨૮ ભુપતભાઇ સોજીત્રા, સાગરભાઇ સોજીત્રા, મુકેશભાઇ સોજીત્રા, નયનભાઇ સોજીત્રા અને પ્રવિણભાઇ સોજીત્રા જોડાયા છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(4:14 pm IST)
  • વડોદરામાં એનએસયુઆઈ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ : ૩૫થી વધુ કાર્યકરોની અટકાયત : અમદાવાદમાં એબીવીપીના કાર્યકરો દ્વારા થયેલ હુમલાના વિરોધ પ્રદર્શન માટે સરદાર પટેલ પ્રતિમા પાસે રેલી દરમિયાન એનએસયુઆઈના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતું access_time 5:18 pm IST

  • ઈરાનમાં બે કલાકમાં ૪.૯ અને ૫.૫ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા છે access_time 1:01 pm IST

  • રાજયના વિવિધ ગંભીર પ્રશ્નોની રજૂઆત માટે વિપક્ષી નેતા પરેશ ધાનાણી કોંગ્રેસનંુ પ્રતિનિધિ મંડળ રાજયપાલને મળશે : પરેશ ધાનાણીના નિવાસસ્થાને ધારાસભ્યો એકઠા થયા : ખેડૂતોને પાકવિમા, સરકારી શાળાઓ બંધ કરવાના મામલે અને નવજાત શિશુઓના મોત તેમજ મંદી, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોને દેવામાફી સહિતના મુદ્દાઓ લઈને રાજયપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરશે access_time 5:18 pm IST