Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

માર્કેટીંગ યાર્ડ રીંગ રોડ ઉપર દારૂ સાથે પકડાયેલ ટ્રક ચાલકની જામીન અરજી રદ

રાજકોટ, તા. ૮ : અત્રે માર્કેટીંગ પાસેના રીંગ રોડ ઉપરના બ્રીજના ઢાળ ઉતરતાવાળી જગ્યા પાસેથી રૂ. ૧૬ લાખના ઇંગ્લીશ દારૂની બોટલો સાથે ઝડપાયેલ ટ્રક ચાલક રાજસ્થાનના બાડમેર ગામના વતની હનુમાનરામ વીરમારામે જામીન પર છુટવા કરેલ અરજીને એડી. સેસન્સ જજ, પી.એમ. ત્રિવેદીએ નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, તા. રપ-૧ર-૧૯ના રોજ માર્કેટીંગ યાર્ડ રીંગ રોડ ઉપરથી ટ્રકની પોલીસે તલાશી લેતા રૂ.૧પ લાખ ૭૬ હજારની કિંમતની ૪ર૧ર ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરતા આરોપીએ જામીન પર છુટવા અરજી કરી હતી.

આ અરજીના વિરોધમાં સરકારી વકીલ સમીર ખીરાએ રજુઆત કરેલ કે, આરોપી સામે સમાજ વિરોધી ગંભીર ગુનો છે. આરોપીએ ટ્રકમાં દારૂની હેરાફેરી કર્યાનો પ્રથમ દર્શનીય કેસ હોય જામીન અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને સેસન્સ કોર્ટે જામીન અરજીને રદ કરી હતી.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. શ્રી સમીર એમ ખીરા રોકાયા હતાં.

(4:12 pm IST)