Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ભાવનગરના વેપારીનું અપહરણ કરી ખંડણી માંગવાના ગુનામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા.૮: ભાવનગરના વેપારીનુ અપહરણ કરી તેના પાસેથી રૂ.૩૦,૦૦,૦૦૦ ની ખંડણી માંગવા સબબ જસદણ પો.સ્ટે.માં તા.૧૫-૧૦-૨૦૧૯ના રોજ ઇ.પી.કો.કલમ ૩૬૫,૩૮૭, ૩૨૩,૫૦૬(૨), ૧૨૦ (બી) તેમજ આર્મ્સ એકટની કલમ ૨૫ (૧)૨૫(૧)(બી)(એ) મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી અને જે સબબ પોલીસ દ્વારા આરોપી (૧)રમીજ સલીમભાઇ સેતા (૨)અકરમ હારૂનભાઇ નારેજા (૩)સાજીદ સિદિકભાઇ સૈયદ (૪)ફૈજલ હુસેનભાઇ પરમાર (૫)ઉદીત શૈલેશભાઇ બાવળિયા તેમજ (૬)વસીમ ઇકબાલભાઇ કથીરીની ધરપકડ કરવામાં આવેલ હતી જે કામ સબબ આરોપીઓએ જામીન મુકત થવા અરજી કરતા અદાલતે જામીન અરજી મંજુર કરી હતી.

જસદણના નામદાર જ્યુ.મેજી.સમક્ષ રજુ કરી રીમાન્ડ પુરી થયા બાદ જયુડીસ્યલ કસ્ટડીમા મોકલવાનો હુકમ ફરમાવેલ હતો અને ત્યારબાદ ચાર્જશીટ થયા બાદ આરોપીઓએ પોતાના એડવોકેટ શ્રી મારફત જામીન મુકત થવા રાજકોટની સેસન્સ કોર્ટમાં અરજી કરેલ હતી. જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલ  એડવોકેટશ્રીએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઇકોર્ટે તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમા રાખી નામદાર સેસન્સ કોર્ટ દ્વારા આરોપીઓને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપીઓ વતી જસદણના એડવોકેટશ્રી સાહિસ્તાબેન એસ.ખોખર તેમજ રાજકોટના એડવોકેટ શ્રી રણજીત એમ.પટગીર, વિક્રાંત બી.વ્યાસ તેમજ પ્રહલાદસિંહ ઝાલા રોકાયેલ હતા.

(4:11 pm IST)