Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ચેક પાછો ફરતાં જાહલ ક્રેડીટ સોસાયટીના સંચાલક સામે ચેક પાછો ફરતાં ફરિયાદ

રાજકોટ તા.૮: અત્રે શ્રી જાહલ ક્રેડીટ કો-ઓ.સો.લી.ના સંચાલકની વિરૂધ્ધમાં ચેક રીટર્નની કોર્ટમાં ફરીયાદ થતાં અદાલતે સમન્સ ઇસ્યુ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના મોટા મવા પાછળ, નીલકંઠ પાર્કના બ્લોક નં.૨માં રહેતા મહેશભાઇ અરજણભાઇ પાંભરએ તેમના મિત્રતા અને ઓળખાણનો સંબંધ ધરાવતા અને શ્રી જાહલ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી.નામથી ધંધો કરતા ભુપતભાઇ એન.કરંગીયા રહેઃ અલ્કા સોસાયટી, શેરી નં.૨, ચંદ્રેશનગર રોડ, રાજકોટનાને ઉછીના પેટે રોકડા રૂ.૪,૩૦,૦૦૦ અંકે રૂપિયા ચાર લાખ ત્રીસ હજાર પુરા મદદ માટે આપેલા. જે રકમ પરત આપવા બાબતે આ કામના આરોપીએ તેમના ખાતા વાળી સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, મવડી ચોક બ્રાંચ, રાજકોટનો ચેક આપેલો હતો. જે ચેક ફરીયાદીએ તેમની એકસીસ બેંક, મેટોડા જી.આઇ.ડી.સી.બ્રાંચ તાઃ લોધીકા, જી.રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક 'ફંડ ઇન્સફીસીયન્ટ' ના શેરા સાથે પરત ફરેલ હતો.

આ કામે ફરીયાદીએ આ ચેક બિન ચુકતે પરત ફરતા આ કામના આરોપીને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી. આમ છતા આ કામના આરોપીએ કોઇ જવાબ આપેલો નહી. તેથી આ કામના ફરીયાદીએ તેમના વકીલ અતુલ સી.ફળદુ મારફત ધી નેગોશીયેબલ ઇન્ટુમેન્ટ એકટ ની કલમ ૧૩૮ મુજબ ફોજદારી ફરીયાદ દાખલ કરતા લોધીકાની અદાલતે આરોપી શ્રી જાહલ ક્રેડીટ કો-ઓ. સોસાયટી લી.ના સંચાલક ભુપતભાઇ એન.કરંગીયાને સમન્સ ઇસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છે.

(4:10 pm IST)