Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ભાવસાર જ્ઞાતિની બહેનો દ્વારા ભાગવત કથા

સર્વે પિતૃઓના મોક્ષાર્થે આયોજન : શાસ્ત્રી સમીરભાઈ જાનીના વ્યાસાસને વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે : ભાવિકોને કથામૃતનો લાભ લેવા અનુરોધ

રાજકોટ, તા. ૮ : ભાવસાર જ્ઞાતિ - સંસ્થાના મહિલા મંડળ રાજકોટ દ્વારા ભાવસાર જ્ઞાતિની વાડી સંત કબીર રોડ ખાતે ભાવસાર સમાજના સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે તા. ૯ સોમવારથી તા.૧૩ સુધી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ગઈકાલે ધામધૂમથી પોથીયાત્રા નીકળી હતી. આ જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠે રાજકોટના યુવા કથાકાર શ્રી સમીરભાઈ જાની બિરાજી તેમની આગવી શૈલીમાં સંગીતમય કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ ભાગવત સપ્તાહ દરમિયાન વિવિધ પ્રસંગોની ધામધૂમ ઉજવણી કરવામાં આવશે. જેમાં તા.૧૦ના રોજ કૃષ્ણ જન્મ નંદ મહોત્સવ, તા.૧૧ના શનિવારના રોજ ગિરીરાજજી ઉત્સવ, તા.૧૨ના રવિવારના રોજ રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ઉત્સવપૂર્વક ઉજવવામાં આવશે. તા.૧૩ના સોમવારે કથા પૂર્ણાહૂતિ બાદ સાંજે ૭:૩૦ કલાકે જ્ઞાતિબંધુ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા જયશ્રીબેન એચ. ગાવા, નેહાબેન જે. કુંવરીયા, ગીતાબેન એસ.મલસાતર, જોશનાબેન એન. મલસાતર, કિરણબેન એસ.કુંવરીયા, સુમીબેન ડી.જોધપુરા, વીણાબેન કે.જોધપુરા, લીનાબેન એમ.જોધપુરા, ધીરજબેન એમ. જોધપુરા, ભાવનાબેન વી.ગુંદીગરા, ઉષાબેન વી. બજાણી, ભાવનાબેન એમ. બજાણી, પૂજાબેન એન. બરદાણા, જાગૃતિબેન ડી. બજાણી, સુમિત્રાબેન જી. ગુંદીગરા, વર્ષાબેન એચ. ચૌહાણ, મીનાબેન એન. કંુવરીયા, જયોતિબેન વી. સોલંકી, માધવીબેન એમ. જોધપુરા, રોહિણીબેન એમ. બરદાણા, હિનાબેન કુથરીયા, કુંદનબેન પી. સોલંકી અને ઉષાબેન કાપડીયા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:09 pm IST)