Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

રાજકોટ-ગુજરાત-દેશના ૧૫ લાખ વીજ ઈજનેરો - કર્મચારીઓ હડતાલમાં જોડાયાઃ ૧દિ' કામગીરીનો બહિષ્કારઃદેખાવો

ફોલ્ટની કામગીરી બંધઃ કાલે કરાશેઃ લોકોમાં દેકારોઃ વીજ કર્મચારીઓ અનેક પ્રશ્ને આંદોલનના માર્ગે..

ન્યુ દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડિયન ઇલેકિટ્રસિટી એકટ - ૨૦૦૩માં કાયદાઓમાં કોઈપણ સંશોધન કર્યા વગર કે સંસદસભામાં અને રાજ્યસભામાં કોઈપણ વિધેયક લાવ્યા વગર કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકની વીજ કંપનીઓની સેવાઓની પ્રાઈવેટ કંપનીઓને આપી વ્યવસ્થાને ખાનગીકરણ કરવાની કેન્દ્ર સરકારની કાર્યવાહીનો વિરોધ અને કર્મચારીઓ માટેની જૂની પેન્શન પ્રણાલીનું અમલીકરણ કરી લાગુ પાડવા ના સમર્થનમાં નેશનલ કો-ઓર્ડિનેશન કમિટી ઓફ ઇલેકિટ્રસિટી અને એન્જિનિયર(NCCOFEE) અને ઓલ ઇન્ડિયા પાવર એન્જીનિયર્સ  ફેડરેશન દ્વારા રાષ્ટ્રીય સ્તરે આવેદનપત્ર આપી દેશભરના ૧૫ લાખ જેટલા વીજ કર્મચારીઓને કર્યો અને આ ગામમાં આજે એક દિવસ હડતાળ પાડી કામગીરીનો બહિષ્કાર કરી રહ્યા છે

નેશનલ કો-્રઓર્ડિનેશન કમિટી ઓફ ઇલેકિટ્રસિટી એપ્લોયઝ  અને એન્જિનિયર્સ (NCCOFEE)અને ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર ફેડરેશન દ્વારા જણાવે છે કે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યની કોઇપણ જાતની નોટિસ ઇસ્યુ કર્યા વગર ઇલેકિટ્રસિટી એકટ ૨૦૦૩ માં ફેરફાર કરી કેન્દ્ર અને રાજ્ય હસ્તક ચંદ્ર અને પૃથ્વી તણો ખાનગીકરણ કે ફ્રેન્ચાઇઝીકરણ કરવાનું પ્રાવધાન કરવાની પેરવી કરવામાં આવશે તો દેશભરના તમામ વિજકર્મચારીઓ અધિકારીઓ અને ઇજનેર કોઈપણ જાતની નોટીસ કર્યા વગર લાઇટીંગ પર ઉતરી ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.

નેશનલ કો-ઓર્ડિનેશન કમિટી ઓફ ઈલેકટ્રીસીટી ઓ્મ્પ્લોયઝ અને એન્જીનિયર્સ (NCCOFEE) જણાવે છે કે ભુતકાળમાં ખાનગી કંપનીઓને વીજ ઉત્પાદનક્ષેત્રે  લાયસન્સો ઈસ્યુ કરી વેપાર કરવામાં આવેલ અને આ ધંધા હેતુસર બેન્કો દ્વારા અબજો રૂપીયાઓનું ફંડ ધિરાણ કરવામાં આવેલ તે પૈકિના આજે અંદાજ ૨.૫ લાખ કરોડ જેટલા રૂપિયાઓ પ્રાઇવેટ કંપનીઓ દ્વારા ચુકવવાના બાકી છે જે કરોડો રૂપિયા આજે ફસાયેલા પડેલ છે. તેમ છતાય કેન્દ્ર સરકાર દ્વારા વિજક્ષેત્રમાં ખાનગી વીજ કંપનીઓને પ્રોત્સાહન આપવાની  નીતિઓ ઘડી રાજ્યો સરકાર હસ્તકના પાવર સ્ટેશનો બંધ કરવાની અને વીજ વિતરણ વ્યવસ્થાને ખાનગી કંપનીઓને સોપવાની નીતિ  અખત્યાર કરી  દેશની પ્રજાહિતના વિરોધમાં દેશની પ્રજા પૈકીના ગ્રામ્ય વિસ્તારના રહેણાંક ગ્રાહકો , ખેતીવિષયક ગરહકો , ગરીબીરેખા હેઠળના ગ્રાહકો અને મધ્યમ  વીજ વર્ગના ગ્રાહકો પર વીજ બીલનુ ખુબ જ ભારણ વધશે. સાથોસાથ નાના વીજ ગ્રાહકોને મળતી સબસીડી બંધ થવાથી વિજબીલની રકમમાં ખુબ જ વધારો થશે.

વધુમાં દૂબેજી દ્વારા જણાવેલ કે કેન્દ્ર સરકાર દ્વારા  દશેભરના કર્મચારીઓ માટે વર્ષ ૧૯૯૫થી કેન્દ્ર સરકાર દ્વારા  જુની પેન્શન પ્રથા બંધ કરી નવી પેન્શન પ્રથા  ફરજીયાતપણે અમલમાં મૂકવામાં  આવેલ હોય તે નવી પેન્શનપ્રથા દેશભરના વિભાગોના કર્મચારીઓના હિતમાં ન હોય તેથી પેન્શનપ્રથા બંધ કરી જૂની પેન્શન પ્રથા પુનઃસ્થાપિત કરવાની સમગ્ર દેશભરના રીટાયર્ડ અને હાલના સમગ્ર કર્મચારીઓની સામુહિક માંગણી છે.

આમ દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓને અને કેન્દ્ર સરકારને લેખિત નોટિસો  દ્વારા પત્ર પાઠવી આજે દેશભરમાં સામુહિક પ્રજાહિતમાં આંદોલાનાત્મક પગલાનુ શસ્ત્ર ઉગામી દેશહિતમાં જનજાગૃતિ અભિયાન ચલાવી દેશની પ્રજા દ્વારા પ્રસ્થાપિત અને પ્રજાની માલીકીની વિજ કંપનીઓનું ખાનગીકરણ અટકાવવા એક દિવસ કામગીરીનો બહિષ્કાર કરી હડતાલ પર ઉતરી ગયા છે.

(4:09 pm IST)
  • અમદાવાદના અનુપમ ખોખરા માગઁ પર ખાનગી ડમ્પરએ બાઈકચાલકને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત : અન્ય ઈજાગ્રસ્તને સારવાર માટે ૧૦૮ મારફત એલજી હોસ્પિટલમાં ખસેડાયો: પોલિસ કાફલો ઘટના પર પહોંચ્યો access_time 1:27 am IST

  • ઈરાને આજે અમેરીકન મથકો ઉપર હુમલો કરતા ભારતનો રૂપિયો ડોલર સામે ૨૦ પૈસા તૂટી ગયો છે અને આજે સવારે ૧ ડોલર = રૂ.૭૨.૦૨ પૈસા રહ્યો હતો access_time 1:01 pm IST

  • રાજયના વિવિધ ગંભીર પ્રશ્નોની રજૂઆત માટે વિપક્ષી નેતા પરેશ ધાનાણી કોંગ્રેસનંુ પ્રતિનિધિ મંડળ રાજયપાલને મળશે : પરેશ ધાનાણીના નિવાસસ્થાને ધારાસભ્યો એકઠા થયા : ખેડૂતોને પાકવિમા, સરકારી શાળાઓ બંધ કરવાના મામલે અને નવજાત શિશુઓના મોત તેમજ મંદી, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોને દેવામાફી સહિતના મુદ્દાઓ લઈને રાજયપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરશે access_time 5:18 pm IST