Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલની એનજીઓની ટીમે મુલાકાત લઇ બાળકોના મૃત્યુની માહિતી મેળવીઃ મદદ માટે તૈયારી દર્શાવી

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં એક હજારથી વધુ નવજાત બાળકોના મૃત્યુ થયાનું અને જાન્યુઆરી મહિનામાં જ સતરથી વધુ બાળકોના મોત થયાનું જાહેર થતાં હોબાળો મચી ગયો હતો. આ મામલે માહિતી મેળવવા રાજકોટ અને મુંબઇના એનજીઓ સજીવન હેલ્થકેર ફાઉન્ડેશન માય જિંદગી દિક્ષીતા મહેતા (સાઇકોલોજીસ્ટ), જ્હાન્વી શેઠ (સાયકોલોજીસ્ટ), ભારતીબેન મહેતા, લત્તાબેન, પ્રિતીબેન સહિતના આજે કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતાં અને કે. ટી. ચિલ્ડ્રના વિભાગના હેડ ડો. બુચને મળી માહિતી મેળવી હતી. તેમજ બાળકોના મોત કયા કારણોસર થઇ શકે? તેની ચર્ચા કરી હતી. તેમજ આ આ એનજીઓ દ્વારા બાળકોને કે તેના વાલીઓને કોઇપણ પ્રકારની મદદની જરૂર હોય તો સંપર્ક કરવા જણાવાયું હતું. સરકાર આ બાબતે સતત સક્રિય હોવાનું અને હોસ્પિટલની સુવિધામાં પણ હાલ કોઇ ખામી નહિ હોવાનું એનજીઓની ટીમને જણાયું હતું. (તસ્વીરફ સંદિપ બગથરીયા)

(4:06 pm IST)