Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ભારત વિકાસ પરિષદ અને અર્પણ ફાઉન્ડેશન દ્વારા ફેબ્રુઆરીમાં દિવ્યાંગો માટે વિનામુલ્યે જયપુર ફુટ કેમ્પ

દાતાઓનો આર્થિક સહયોગ : કેલીપર્સ, ઘોડી સહીતના સાધનો અપાશે : જરૂરતમંદોને અનાજ, ધાબળા સહીતની વસ્તુઓનું કરાશે વિતરણ

રાજકોટ તા. ૮ : અખિલ ભારતીય સંસ્થા ભારત વિકાસ પરિષદની આનંદનગર શાખા તથા અર્પણ ફાઉન્ડેશન દ્વારા આગામી ફેબ્રુઆરીમાં વિકલાંગો માટે રાજકોટ ખાતે વિનામુલ્યે જયપુર ફુટકેમ્પનું આયોજન કરાયુ છે.

'અકિલા' ખાતે આ અંગેની વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે ભારત વિકાસ પરિષદ દેશભરમાં ૧૪૦૦ અને ગુજરાતમાં ૭૮ જેટલી શાખાઓ ધરાવે છે. સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતમાં રર શાખાઓ છે. હાલ 'દિવ્યાંગ મુકત ગુજરાત' અભિયાન ચાલી રહ્યુ છે. તેના ભાગરૂપે અમેરીકા સ્થિત દાતા નગીનભાઇ જે. જગડા, સ્વ. પાનાચંદ વીરચંદ દેશાઇ, સ્વ. છગનલાલ વિઠ્ઠલજી શેઠના સ્મરણાર્થે તથા ઇન્ડિયન ફોર કલેકટીવ એકશન કેલીફોર્નીયા (અમેરીકા) ના આર્થિક સહયોગથી આગામી તા. ૧ ફેબ્રુઆરીના સવારે ૯ વાગ્યે અમુલ સર્કલ, ભાવનગર રોડ, ૮૦ ફુટ રોડ, કોર્નર મોહનભાઇ સરવૈયા કોમ્યુનીટી હોલની બાજુમાં, રાજકોટ ખાતે વિનામુલ્યે જયપુર ફુટ કેમ્પ યોજેલ છે.

જેમાં દિવ્યાંગોને જયપુર ફુટ, કેલીપર્સ, સર્જીકલ બુટ, ઘોડી, વોકીંગ સ્ટીક વગેરે સાધનો અપાશે. જરૂરીયાતમંદ નબળા દિવ્યાંગોને રૂ.૫૬૦૦ ની કિંમતની ૧૦૦ ટ્રાયસિકલ વિનામુલ્યે અપાશે.

આ કેમ્પનો બીજો તબકકો તા. ૯ ના રવિવારે સવારે ૯ ફેબ્રુઆરીના રવિવારે સવારે ૯ વાગ્યે એજ સ્થળે રાખેલ છે. જેમાં દરેક દિવ્યાંગોને જરૂરીયાત મુજબ સાધનો અને જયપુર ફુટ અપાશે. તેમજ જરૂરીયાત મંદ ૬૦ બહેનોને સ્વનિર્ભર બનાવવા સિલાઇ મશીન અપાશે. ૨૫૦ બહેનોને રાશનકીટ અપાશે.

આ કેમ્પમાં નામ નોંધાવવા પ્રફુલભાઇ ગોસ્વામી મો.૯૪૨૬૨ ૧૬૩૫૭, જેઠસુરભાઇ ગુજરીયા મો.૯૭૨૪૪ ૪૭૩૯૯, દિપકગીરી ગોસ્વામી મો.૯૪૨૬૨ ૫૪૧૯૮, મહેશભાઇ તોગડીયા મો.૯૮૨૪૬ ૮૬૭૫૪, મોહનભાઇ ભાલારા મો.૯૪૨૮૧ ૫૭૦૫૧ નો સંપર્ક કરી શકાશે.

આ સેવાકાર્ય દર વર્ષે નગીનભાઇ જગડા, ભુપેનભાઇ મહેતા, ડો. રજનીભાઇ મહેતા (એન.આર.આઇ.) ના આર્થિક સહયોગથી થાય છે.

તે અંતર્ગત તા. ૫ ફેબ્રુઆરીના જરૂરીયાતમંદ બહેનોને અનાજ કીટ અને ધાબળા વગેરેનું વિતરણ કરાશે.

ઉલ્લેખનીય છે કે શિયાળાની ઠંડી ધ્યાને લઇ લોઠડા, ભાયાસર, કાથરાંટા, ઢાંઢણી, આણંદપર, જીયાણા, વાંકવડ, બેડલા, બારવણ વગેરે ૩૦ જેટલા ગામોની શાળાઓના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ તેમજ રાજકોટની ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને જેકેટ, સ્વેટર, ટોપી, મફલર અને ધાબળાનું વિતરણ ચાલુ કરાયુ છે.આ સમગ્ર સેવાકાર્યો ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છના પ્રાંતના અધ્યક્ષ અને અર્પણ ફાઉન્ડેશનના પ્રમુખ પ્રફુલભાઇ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ થઇ રહ્યા છે. જેમાં પરિષદના આનંદનગર શાખાના ટ્રસ્ટી જેઠસુરભાઇ ગુજરીયા, હેમંતસિંહજી ડોડીયા, ડો. એન. જે. મેઘાણી, દિપકભાઇ ગોસાઇ, આનંદનગર શાખા પ્રમુખ બકુલભાઇ દુધાગરા, મંત્રી મહેશભાઇ તોગડીયા, કારોબારી સભ્યો કિરીટભાઇ મૈયડ, જીતેન્દ્રભાઇ મહેતા, વિજયભાઇ કુંભરવાડીયા, પ્રવિણપુરી ગોસ્વામી, અશ્વિનગીરી ગોસાઇ, રમેશભાઇ દતા, કિરીટસિંહ વાળા, શાંતિગીરી ગોસાઇ, મોહનભાઇ ભાલારા, જયંતિભાઇ કોરાટ, મિતેશભાઇ સાતા, રાજેશભાઇ ડાંગર, ધીરૂભાઇ ડાંગર, જયંતિભાઇ ચૌહાણ, હરેશભાઇ ભટ્ટ, ગજેન્દ્રપુરી ગોસ્વામી, દયાળજીભાઇ રાઠોડ, મહેશભાઇ પરમાર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા પ્રફુલભાઇ ગોસ્વામી, જેઠસુરભાઇ ગુજરીયા, મહેશભાઇ તોગડીયા, કિરીટભાઇ મૈયડ, અશ્વિનભાઇ ગોસ્વામી, દયાળજીભાઇ રાઠોડ, દિપકભાઇ ગોસાઇ, પ્રવિણભાઇ ગોસ્વામી, જીતેન્દ્રભાઇ મહેતા, વિજયભાઇ કુંભરવાડીયા, કિરીટસિંહ વાળા, રમેશભાઇ દતા નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(4:03 pm IST)
  • શ્રીનગરમાં સીઆરપીએફ કાફલા પર ગ્રેનેડ ફેંકયો બે નાગરીકને ઇજાઃ જમ્મુ-કાશ્મીર શ્રીનગરમાં સીઆરપીએફ કાફલા પર આતંકી હુમલો થયો છેઃ આતંકીઓએ ગ્રેનેડ હુમલો કરતા બે નાગરિકને ઇજા પહોંચી છેઃ હાલમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. access_time 3:59 pm IST

  • વિદ્યાર્થીઓના સમર્થનમાં જેએનયુ પહોંચેલી દીપિકા પાદુકોણને લઈને કન્હૈયાકુમારે કહ્યું સારું થયું તે આવી પરંતુ મેં જોઈ નથી અને તેણી સાથે વાત કરી શક્યો નથી : મારી તેની સાથે મુલાકાત થઇ નથી: તે જેએનયુ છાત્રસંઘની અધ્યક્ષ આઈસી ઘોષને મળી access_time 1:24 am IST

  • ઈરાકના બે લોકેશન ઉપર ઈરાનમાંથી બે મિસાઈલો આજે સવારે છોડવામાં આવ્યા છે : વિગતો મેળવાઈ રહી છે : ઈરાકમાં આવેલ બે અમેરિકી લશ્કરી મથકો ઉપર ઈરાને ૨ મિસાઈલો જીકયા છે : ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ છે કે બધુ સહી સલામત છે access_time 1:02 pm IST