Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

શુક્રવારથી શ્રી ગિરિરાજ માહાત્મ્ય કથા : વ્રજવાસી કાન્હા કૌશિકંજીની મધુરવાણીમાં જતીપુરાની ગાથાનું નિરૂપણ

રાજકોટમાં સૌપ્રથમવાર જાહેર આયોજન : લાભ લેવા શ્રીમાળી સોની નવચેતના ગ્રુપનો અનુરોધ

રાજકોટ : શ્રી રાજકોટ હાલારી શ્રીમાળી સોની નવચેતના ગ્રુપ દ્વારા શુક્રવારથી શ્રી ગિરિરાજ મહાત્મ્ય કથાનું જશુબાઈ મંડાણ ખાતે આયોજન કરાયું છે જેમાં વ્રજવાસી જતીપુરા નિવાસી શ્રી કાન્હા કૌશિકંજી મધુરવાણીમાં જતીપુરાની ગાથાનું નિરૂપણ કરશે

  આ અંગે અકિલા કાર્યાલય ખાતે શ્રી રાજકોટ હાલારી શ્રીમાળી સોની નવચેતના ગ્રુપના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે વૈષ્ણવો ગિરિરાજજી ( જતીપુરા ) ના દર્શન કરવા વ્રજમાં ગયા હશે પરંતુ તેમની નાનામાં નાની વાત હોય કે પછી હરિજીએ કરેલી લીલા,ત્યાંના ઘાટનું મહત્વ,7 કોષીની પરિક્રમાનું મહત્વ, 108 પરિક્રમાનું મહત્વ જેવી અનેક વાતોનું રસપાન કરાવવા આગામી તા, 10 થી 12 દરમિયાન જશુબાઈ મંડાણ ,ખાત્રીવાડ ,હવેલી પાસે શ્રી ગિરિરાજ મહાત્મ્ય કથાનું આયોજન કર્યું છે

  બપોરે 4 થી 7 દરમિયાન વ્રજવાસી જતીપુરાના નિવાસી શ્રી કાન્હા કૌશિકંજીની મધુરવાણીમાં ગિરિરાજજીના અનેરા મહાત્મ્યનું નિરૂપણ કરાશે રાજકોટના આંગણે સૌપ્રથમવાર જાહેરમાં આયોજન કરાયું હોવાનું જણાવી આયોજકોએ કહ્યું હતું કે શ્રી કાન્હા કૌશિકંજી જતીપુરાના કણ કણથી વાકેફ છે તેઓ એન્જીનીયર છે અને નોઈડામાં સર્વિસ છોડીને ગિરિરાજજીનાં મહાત્મ્યના નિરૂપણ માટે કાર્યરત છે

 રાજકોટમાં સૌપ્રથમવાર ગિરિરાજજીનાં દર્શન અને મહાત્મ્યનો અનેરો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે સર્વે વૈષ્ણવોને લાભ લેવા શ્રી રાજકોટ હાલારી શ્રીમાળી સોની નવચેતના ગ્રુપ દ્વારા અનુરોધ કરાયો છે

 અકિલા કાર્યાલય ખાતે સંસ્થાના પ્રમુખ કૈલાશભાઈ રાજપરા,મંત્રી જયેશભાઇ ગેરિયા, પ્રદીપભાઈ વઢવાણા ,કમલભાઈ વડનગરા, હિતેષભાઇ રાજપરા, પરેશભાઈ રાજપરા,કૃષ્ણકાંતભાઈ ઝીંઝુવાડિયા, હરકિશનભાઇ લાઠીગરા, મુકેશભાઈ ભુવા, અક્ષયભાઈ ભુવા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા

 

(1:17 pm IST)
  • આજે બપોરે જમ્મુ - કાશ્મીરના શ્રીનગરના હ્બાક ચૌક પર આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો જેમાં એક નાગરિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આતંકીઓને પકડવા પોલીસ અને સેના ના જવાનોએ ચારે બાજુ ઘેરાબંધી કરી હોવાનું જાણવા મળે છે. access_time 3:12 pm IST

  • મુંબઈના વિશ્વવિખ્યાત શ્રી સિધ્ધી વિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટએ, પુલવામામાં શહીદ થયેલા ૪૦ જવાનોના પરિવાર માટે રૂ. ૫૧ લાખની રકમ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ને એક સમારોહમાં અર્પણ કરી હતી અને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બેસાડ્યું હતું. access_time 10:31 pm IST

  • સેન્સેકસ ૬૯ ડાઉન સાથે ૪૦૭૯૯: નીફટી ૩૩ ડાઉન સાથે ૧૨૦૧૯: રૂપિયો ૭૧.૮૩ access_time 1:01 pm IST