Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

રાજકોટમાં મહિલાઓએ સાવરણા માર્યાઃ મેગા સફાઇ અભિયાન

તમામ ૧૮ વોર્ડમાં ૫૪ સ્થળોએ સ્થળોએ સ્વચ્છતા માટે જનજાગૃતિઃ મેયર બિનાબેન આચાર્ય તથા ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી સહિતનાં બહેનો અભિયાનમાં જોડાયા

રાજકોટ, તા.૦૮: મહાનગરપાલિકા દ્વારા આજે તા.૮ ના રોજ બુધવારે સવારે ૧૦ વાગ્યે સમગ્ર રાજકોટ શહેરને આવરી લેતું એક સદ્યન સફાઈ અભિયાનનું આયોજન કરાયેલ. આ મેગા સફાઈ અભિયાનની ખાસ નોંધપાત્ર બાબત એ છે કે તેમાં શહેરના માત્ર મહિલાઓ દ્વારા જ હાથ ધરાયેલ.  આ આયોજન હેઠળ શહેરના તમામ ૧૮ વોર્ડમાં ૫૪ સ્થળોએ બહોળી સંખ્યામાં બહેનો અભિયાનમાં જોડાઈ રેકોર્ડ નોંધાવવાં કટીબધ્ધ બન્યા હતા.જે તે વોર્ડની વોર્ડ ઓફીસની આજુબાજુના વિસ્તારમાં આ અભિયાનમાં  મેયર બિનાબેન આચાર્ય તથા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી સહિત હજારો બહેનો હાથમાં સાવરણા લઇ સફાઇ ઝુંબેશ હાથ ધરેલ.

આ અભિયાનમાં રઘુવંશી મહિલા મંડળ, પી.ડી.યુ. મેડીકલ કોલેજ કેમ્પસ, દીક્ષિતબેન મહિલા મંડળ, સદગુરુ લોહાણા મહિલા મંડળ, પોલીસ મહિલા મંડળ, મોડલ સ્કુલ, સેવિકા મહિલા સમિતિ, રદ્યુવંશી સહિયર ગ્રુપ, બ્રમ્હ્રકુમારીઝ ગાયકવાડી સેન્ટર, ન્યુ જાગનાથ બ્રમ્હ્રકુમારીઝ સેન્ટર, લોહાણા મહિલા મંડળ, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, મહિલા મોરચા, કરણપરા મહિલા મંડળ, પંચશીલ બ્રમ્હાકુમારીઝ સેન્ટર, ખોડલધામ, પતંજલિ યોગ સમિતિ, પદ્મકુંવરબા હોસ્પિટલ, ઝાલાવાડી મહિલા મંડળ, કેવડાવાડી અને બ્રમ્હાકુમારીઝ સેન્ટર, વિરાણી બહેરા મૂંગા સ્કુલ, મૈત્રી મહિલા મંડળ, પતંજલિ મહિલા ગ્રુપ, મહિલા મિલન કલબ, નિર્મલા કોન્વેન્ટ સ્કુલ, લાયન્સ કલબ, સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ, કણસાગરા મહિલા કોલેજ, આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ, ઉમિયા સમાજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ, કોર્પોરેશન સ્કુલ એન્ડ બોર્ડ, અવધપુરી બ્રમ્હાકુમારીઝ સેન્ટર, ભોજલરામ બ્રમ્હાકુમારીઝ સેન્ટર, લુહાર જ્ઞાતિ મહિલા મંડળ તેમજ બ્રમ્હાકુમારીઝ સેન્ટર ન્યુ ગોપવંદના કોઠારીયા સંસ્થાઓ ની બહેનોએ ભાગ લીધો હતો.

આ ઉપરાંત શહેરની વિવિધ સરકારી કચેરીઓ જેવી કે રેલ્વે, કલેકટર ઓફીસ, બહુમાળી ભવન, પીજીવીસીએલ, પોલીસ કમિશનર કચેરી વિગેરેના મહિલા કર્મચારીઓ પણ આ અભિયાનમાં જોડાઈ હતી.

૧૮ વોર્ડના ૫૪ સ્થળોએ હાથ ધરવામાં આવનાર આ અભિયાનમાં ભાગ લેનાર બહેનો સ્વચ્છતા સંકલ્પ પણ લીધો.

આજે તમામ વોર્ડમાં સઘન સફાઈ અને લોકજાગૃતિ અભિયાન દરમિયાન જેમાં દરેક વોર્ડમાં ત્રણથી ચાર સ્થળે આ અભિયાન હેઠળ સ્વચ્છતા સંબંધી કામગીરી કરવામાં આવેલ. બહેનોએ ચા-પાનની દુકાને જઈ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા આગ્રહ કર્યો અને લોકોને સમજાવ્યા હતા. તેમજ શહેરના જે તે વોર્ડના હોકર્સ ઝોન, મુખ્ય ચોક, રસ્તાઓ ન્યુસન્સ પોઈન્ટ વગેરેને આ મેગા સફાઈ અભિયાનમાં આવરી લેવામાં આવેલ.

આ અભિયાનને સફળ બનાવવા સેનિટેશન ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયાએ જેહમત ઉઠાવી હતી.

(11:35 am IST)