Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

જિલ્લા પંચાયતની કાનૂની લડાઇમાં ફરી પોણા બે માસ વિરામઃ અવિશ્વાસ દરખાસ્તની સુનાવણી ૨૭ ફેબ્રુઆરીએ

અલ્પાબેન ખાટરિયાની ખુરશી યથાવતઃ ટુંક સમયમાં બજેટ બેઠક

રાજકોટ તા.૮: જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્ત મામલે ગઇકાલે હાઇકોર્ટમાં સુનાવણીની મુદત હતી. તેમાં ૨૭ ફેબ્રુઆરીની મુદત પડયાનું જાણવા મળે છે પંચાયતમાં શાસનની હાલ જે સ્થિતિ છે તે ઓછામાં ઓછા આવતા પોણા બે માસ સુધી યથાવત રહે તેવા સંજોગો નિર્માણ પામ્યા છે. પ્રમુખ તરીકે શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઇ ખાટરિયા જ  રહેશે. કાનૂની લડાઇમાં પોણા બે માસનો વિરામ આવી ગયો છે. ભાજપ પ્રેરિત બાગીઓએ પ્રમુખ-ઉપપ્રમુખ સામે અશ્વિાસ દરખાસ્ત મૂકયા બાદ બાગી જુથના જ ચંદુભાઇ શીંગાળાએ એજન્ડાની પધ્ધતિ સામે વાંધા ઉઠાવી બેઠક સામે હાઇકોર્ટમાંથી સ્ટે.લીધેલ તે વખતથી સ્ટે. યથાવત છે. હવે બાગીઓમાં પણ તડા પડી ગયા છે. પંચાયતની સામાન્ય ચૂંટણી આડે ૯ મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. અવિશ્વાસ દરખાસ્તનું ભવિષ્ય ગમે તે થાય પરંતુ પ્રમુખે રાબેતા મુજબ વહીવટી અને રાજકીય ગતિવિધિ પ્રમુખે રાબેતા મુજબ વહીવટી અને રાજકીય ગતિવિધિ જાળવી રાખી છે. નવા નાણાકીય વર્ષ માટે ટુંક સમયમાં સભાની સભા બોલાવવામાં આવનાર છે.

(11:34 am IST)