Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ઉડી... ઉડી... જાય... દિલ... કી... પતંગ... દેખો... ઉડી... ઉડી... જાય...

રાજકોટના ગગનમાં રચાઇ રંગબેરંગી પતંગોની રંગોળી

મ્યુ. કોર્પોરેશન અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુકત ઉપક્રમે રેસકોર્ષમાં યોજાયો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવઃ દેશ- વિદેશનાં ૧પ૮ પતંગબાજોની અવનવી ડીઝાઇનોની પતંગોએ આકર્ષણ જમાવ્યુ

એક હી સમાનતા હૈ પતંગ ઔર જિંદગીમેં, ઉંચાઇમેં હો તબ તક હી વાહવાહ હોતી હૈ

બહુ  'હવા' સારી કે નહિ? આપણે 'ચગવા' કરતા પતંગ ચગાવીએ ખેંચવાનો  અનુભવ ઉપયોગી

ભારદ્વાજજી, તમારી પતંગ તો ચગે જ છે, આપણાવાળાના 'પેચ'થી સચેત રહેજો...

આભની અટારીએ રંગબેરંગી નજારોઃ તસ્વીરો સંદીપ બગથરિયા

રાજકોટ,તા.૮: મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુકત ઉપક્રમે આજે રેસકોર્ષ ખાતે સવારે ૯  કલાકે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ  યોજાયો હતો. જેમાં ૭૩ આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહીત કુલ ૧૫૮ પતંગબાજોએ ભાગ લીધો અને ખુબ જ બહોળી સંખ્યામાં શહેરીજનોએ તથા સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓએ અત્યંત ઉત્સાહ-ઉમંગથી જોડાયા હતા. આ કાર્યક્રમઅંજલીબેન રૂપાણી,  મેયર બિનાબેન આચાર્ય સહિતના આગેવાનોનાં હસ્તે દીપ પ્રાગટ્ય થયું હતું.

રાજકોટના હાર્દ સમા રેસકોર્સ ગ્રાઉન્ડમાં રંગબેરંગી પતંગોથી આકાશમાં જાણે મેધધનુષ ખીલી ઉઠ્યું હોય તેવો નજરો જોવા મળ્યો હતો. બેટી બચાઓ-બેટી પઢાઓ સહિતના જુદાજુદા લોક જાગૃતિના સામાજિક સંદેશાઓનો પતંગના માધ્યમથી પ્રસાર કરવામાં આવ્યો હતો.

આ પતંગ મહોત્સવમાં જુદા જુદા દેશોના જેમકે, આજર્િેન્ટના, ઓસ્ટ્રેલિયા, બેલાસુર, બેલ્જિયમ, બ્રાઝિલ, કંબોડિયા, કેમરૂન, ચીલી, ચીન, કોલમ્બિયા, ક્રોએશિયા, કુરાકાઓ, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફ્રાન્સ, માલ્ટાના ૫૦ પતંગબાજો તેમજ દેશમાંથી રાજસ્થાન, કેરલા, પંજાબ, કર્ણાટકાના ૩૫ તેમજ રાજકોટના ૭૩ મળી કુલ ૧૫૮ પતંગબાજોએ ભાગ લીધો હતો. પુરા રાજયમાં ૬ જાન્યુઆરી થી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જેમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, કેવડીયા, સુરત, જામકંડોરણા, સાપુતારા, મહેસાણા વિગેરે જગ્યાએ યોજાશે.

આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શહેર ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, અનુસુચિત જાતિ મોરચા રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન  આશિષભાઈ વાગડિયા, એડી. કલેકટર પરિમલ પંડ્યા, નાયબ કમિશનરશ્રી ચેતન નંદાણી તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મ્યુનિ. કમિશનરએ સૌ મહાનુભાવોનું અને આંતરરાષ્ટ્રીય પતંગબાજોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

મેયરશ્રીએ સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ધાર્મિક ઉત્સવથી દર વર્ષે  પતંગોત્સવ ઉજવાતો આવ્યો છે, આ પતંગ મહોત્સવ રાજયના દરેક જિલ્લામાં ઉજવાય છે, રાજકોટ શહેરને નવી નવી ઉડાન આપવા બદલ રાજય સરકારશ્રીનો ખુબ ખુબ આભાર વ્યકત કરું છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટને વિવિધ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટથી સજ્જ બનાવ્યું તે બદલ ખુબ ખુબ આભાર માનું છું.

કાર્યક્રમના અંતમાં સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષ વાગડિયાએ ઉપસ્થિત સૌ મહાનુભાવોને પુસ્તક અર્પણ કરી સ્વાગત કરેલ. તેમજ આંતરરાષ્ટ્રીય પતંગબાજો તેમજ શહેરીજનોનો આભાર વ્યકત કર્યો હતો.

આ કાર્યક્રમમાં કેરાલા કાઈટ્સ એશોશિએશન દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓનું સ્મૃતિ ચિહ્રન આપી સન્માન કરવામાં આવ્યું હતું.

(4:36 pm IST)
  • 27 ઉદ્યોગપતિઓને મળ્યા સીએમ ઉદ્ધવ ઠાકરે : કહ્યું મહારાષ્ટ્રને આગળ લાવવું છે :ઉદ્યોગપતિઓને પરેશાન થવા દઈશું નહીં : રોકાણ માટે બહેતર માહોલ બનાવશું : સમસ્યાના ઉકેલની આપી ખાતરી access_time 1:25 am IST

  • રાજયના વિવિધ ગંભીર પ્રશ્નોની રજૂઆત માટે વિપક્ષી નેતા પરેશ ધાનાણી કોંગ્રેસનંુ પ્રતિનિધિ મંડળ રાજયપાલને મળશે : પરેશ ધાનાણીના નિવાસસ્થાને ધારાસભ્યો એકઠા થયા : ખેડૂતોને પાકવિમા, સરકારી શાળાઓ બંધ કરવાના મામલે અને નવજાત શિશુઓના મોત તેમજ મંદી, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોને દેવામાફી સહિતના મુદ્દાઓ લઈને રાજયપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરશે access_time 5:18 pm IST

  • અમદાવાદના અનુપમ ખોખરા માગઁ પર ખાનગી ડમ્પરએ બાઈકચાલકને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત : અન્ય ઈજાગ્રસ્તને સારવાર માટે ૧૦૮ મારફત એલજી હોસ્પિટલમાં ખસેડાયો: પોલિસ કાફલો ઘટના પર પહોંચ્યો access_time 1:27 am IST