Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

રર મીએ રેસકોર્ષ મેદાનમાં 'રઘુવંશી નાત જમણ': કાર્યાલયનું ઉદ્ઘાટન

રાજકોટ :.. આગામી તા. રર જાન્યુઆરીએ રાજકોટમાં 'રઘુવંશી મહાકુંભ' વિરદાદા જશરાજદાદા (રેસકોર્સ ગ્રાઉન્ડ) ખાતે રઘુવંશી નાત જમણના મંગલાચરણ નિમિતે જાગનાથ મંદિર ચોક, ડો. યાજ્ઞિક રોડ ખાતે રઘુવંશી પરિવાર દ્વારા નાત જમણના કાર્યાલયનું ઉદ્ઘાટન સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું. પૂર્વ મેયર જનકભાઇ કોટક, નવીનભાઇ ઠક્કર, ડો. નિશાંતભાઇ ચોટાઇ, કોર્પોરેટર અતુલભાઇ રાજાણી, અશોકભાઇ હીંડોચા, નટુભાઇ કોટક, શાંતુભાઇ રૂપારેલીયા, કુંદનબેન રાજાણી, મનીષાબેન ભગદેવ, પ્રીતીબેન પાઉં, જશુમતીબેન વસાણીની ઉપસ્થિતીમાં શાશ્વત બ્રાહ્મણ નિખીલભાઇ ખીરા દ્વારા શાસ્ત્રોકત વિધીથી મંત્રોચાર કરી કાર્યાલયનો પ્રારંભ કરાવાયો હતો. 'જેના અન્ન ભેરા એના મન ભેરા' આ વાકયને સાર્થક કરવા સૌ વડીલોએ હાકલ કરી અને રાજકોટ વિશ્વમાં રઘુવંશીઓનું પાટનગર હોય અને જ્ઞાતિ ગંગાના દર્શન કરવા સમાજને તા. રર ના વિરદાદા જશરાજનગર રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડવા જાહેર આમંત્રણ આપેલ.  કાર્યક્રમમાં કનુભાઇ હીંડોચા (પી.એ.ટુ મેયર), ભરતભાઇ સવજીયાણી, હરેશભાઇ પુજારા, વસંતભાઇ સેજપાલ, સમીરભાઇ રાજાણી, ચંદુભાઇ રાયચુરા (મામા), રોહીતભાઇ, બીપીનભાઇ વસાણી, પ્રવિણભાઇ કાનાબાર, કેતનભાઇ પાવાગઢી (ચેરમેન રઘુકુળ જલારામ સાર્વજનીક હોસ્પિટલ), પરેશભાઇ પોપટ, શૈલેષભાઇ પાબારી, રાકેશભાઇ પોપટ, ભરતભાઇ જલીયાણ, મનોજભાઇ ચતવાણી, હરેશભાઇ દાવડા, હિતેશભાઇ કોટેચા, ભરતભાઇ કોટક (ગુમાનસિંહજી માર્કેટ), ધવલભાઇ મીરાણી, કીર્તિભાઇ ગોટેચા, અશોકભાઇ મીરાણી, શીરીશભાઇ રાજા, નીતિનભાઇ નથવાણી, રમેશભાઇ તન્ના, અશ્વિનભાઇ બગડાઇ, અશ્વિનભાઇ વિઠ્ઠલાણી, સુરેશભાઇ ગોળવાળા, નલીનભાઇ બુધ્ધદેવ, જગદીશભાઇ કોટેચા, ભરતભાઇ અનડકટ (જલારામ મંદિર), કીર્તિભાઇ શીંગાળા, હર્ષદભાઇ રૂઘાણી, રમણીકભાઇ પાબારી, નરેન્દ્રભાઇ પુજારા, અનિલભાઇ વણજારા, શૈલેષભાઇ ગણાત્રા, દેવેન્દ્રભાઇ પતાણી, અશ્વિનભાઇ બુધ્ધદેવ, અનંતભાઇ ચા વાળા, ઇશ્વરભાઇ ખખ્ખર, હરૂભાઇ નથવાણી, રાજુભાઇ દાવડા, રમણભાઇ કોટક વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર  આ કાર્યક્રમને સફળ બનાવવા રઘુવંશી પરિવારની યુવા ટીમ તથા રઘુવંશી પરિવારની યુવા ટીમ તથા રઘુવંશી પરિવારના અગ્રણી હસુભાઇ ભગદેવ, પ્રતાપભાઇ કોટક, પરેશભાઇ વિઠ્ઠલાણી, જેષ્ઠારામભાઇ ચતવાણી વિગેરે જહેમત ઉઠાવી હતી. (પ-ર૭)

(3:53 pm IST)