Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

જીવનમાં દરેક ક્ષણે વૈજ્ઞાનિક અભિગમ કેળવો : ડો.અર્નબ ભટ્ટાચાર્ય

રાજકોટ : સૌરાષ્ટ્ર એજયુકેશન ફાઉન્ડેશન તથા મહાનગરપાલીકા સ્થાપિત અને સૌરાષ્ટ્ર એજયુકેશન ફાઉન્ડેશન સંચાલિત ઓ.વે.શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર રેસકોર્ષ ખાતે તાજેતરમાં ટી.આઇ.એફ.આર.ના વૈજ્ઞાનિક ડો. અર્નબ ભટ્ટાચાર્યનું વ્યાખ્યાન 'વૈજ્ઞાનિક અભિગમ અને વિચારસરણી : પ્રશ્નોપૂછવાની કળા' વિષય પર યોજવામાં આવ્યુ હતુ. ડો. અર્નબ ભટ્ટાચાર્યએ દાખલા દલિલો અને ઉદાહરણો દ્વારા ભારપૂર્વવક જણાવેલ કે જીવનની દરેક ક્ષણે ખાસ વિજ્ઞાનનો અભિગમ કેળવો. ખાસ કરીને વોટસઅપ, ફેસબુક, ઇન્ટરનેટ પર થતા માહીતીના ઢગલાઓની સત્યાર્થતા તપાસવી અને તેનો સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે કયાસ કાઢયા પછી જ તેને સ્વીકારવા હિતાવહ છે. જીવન જરૂરીતની ચીજ વસ્તુઓ, ખાદ્યપદાર્થો કે કોઇ ઉપકરણોની ખરીદી વખતે પણ વૈજ્ઞાનિક અભિગમ કેળવવો જોઇએ. વ્યાખ્યાનના અંતમાં શ્રોતાઓએ પુછેલા પ્રશ્નોના તેઓએ સંતોષકારક જવાબો આપ્યા હતા.

(3:52 pm IST)