Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

પત્નીને માસીક રૂા ૮૦૦૦/- નું ભરણ પોષણ ચુકવવા પતિને કોર્ટનો હુકમ

રાજકોટ તા ૮ : પત્ની ને માસીક રૂા ૮૦૦૦/- ભરણ પોષણ ચુકવવાનો ડી.જી.વી.સી.એલ. ના કર્મચારી ને અદાલતે હુકમ કર્યો હતો.

અહીંના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર આવેલ ધરમનગર માં રહેતી  પરણીતા કિંજલ ના લગ્ન સને ૨૦૧૬ ની સાલમાં વડોદરા ખાતે  રહેતા અને ડી.જી.વી.સી.એલ. માં નોકરી કરતા નીતેશભાઇ પોપટભાઇ વાઢેર સાથે થયેલ હતા.ત્યારબાદ લગ્નના માત્ર૩ માસમાં જ પતી પત્ની વચ્ચે અણબનાવ થતાંં પત્ની ે રાજકોટ પરત ફરેલ હતી અને પત્ની કિંજલ પાસ ેઆવકનું કોઇ સાધન ન હોઇ તેણે પોતાના પતિ  પાસેથી ભરણ પોષણ ની  માંગ  કરતી અરજી પોતાના એડવોકેટ શ્રી અંતાણી મારફતે રાજકોટની ફેમીલી કોર્ટમાં દાખલ કરેલ હતી.

રાજકોટની ફેમીલી કોર્ટે શ્રી અંતાણી ની તમામ દલીલો માન્યરાખી અને અરજીની દાખલ તારીખથી એટલે કે ૨૫-૧૦-૨૦૧૬ થી પતી નીતેશભાઇએ પત્ની  કિંજલને માસીક ૮૦૦૦/- ભરણ પોષણ ના  નિયમીત રીતેે ે ચુકવવાનો હુકમ કરેલ છે, સાથે પતી એ પત્ની ને અરજી કરવાનું ખર્ચ રૂા ૫૦૦૦/- અલગથી ચુકવવાનો હુકમ કરેલ છે, જેથી આ  હુકમ સમયે  પત્નીને  ૨,૦૮,૦૦૦/- (બેે લાખ આઠ હજાર પુરા વસુલ મેળવવા હક્કદાર બનેલ, જેથી અરજદાર પત્ની એ રાહતનો દમ લીધેલ છે.

આ કેસ માં પત્ની કિંજલબેન વતી રાજકોટના એડવોકેટ સંદીપ કે. અંતાણી તથા સમીબેન એમ. કુરેશી વકીલ તરીકે રોકાયેલ હતા. (૩.૧૬)

(3:51 pm IST)