Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

બારદાન સળગાવવાના કૌભાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર

આરોપી વિરૂધ્ધ પ્રથમ દર્શનીય ગંભીર ગુનો છેઃ અદાલત

રાજકોટ, તા.૮: ૨પ લાખ બારદાનોનો જથ્થો સળગાવવાના કૌભાંડમાંથી બચી ગયેલા ૫,૨૭,૦૦૦/ બારદાનો સગેવગે કરવાના ગુનામાં પકડાયેલ અહીંના આર્યનગરમાં રહેતા અને જેલ હવાલે થયેલા આરોપી કાનજી દેવજી ઢોલરીયાએ જામીન પર છૂટવા કરેલ અરજીને સેસન્સ કોર્ટે નકારી કાઢી હતી. આ અંગેની વિગત એવી છે કે, જુના યાર્ડમાં બારદાનો સળગી ગયા હતાં. આ બનાવ અંગે મોટા માથા અંગેની સંડોવણી બહાર આવી હતી.

આરોપીઓ પૈકીના આરોપી કાનજી દેવજીભાઇ ઢોલરીયાએ જામીન પર છૂટવા અરજી કરતા સરકારી વકીલ પરાગ શાહે રજૂઆત કરેલ કે, આરોપી વિરૂધ્ધ ચાર્જસીટ  મુકાઇ ગયેલ છે, પરંતુ તેમાં કેસના કોઇ સંજોગો બદલાતા નથી. આરોપી સામે પ્રથમ દર્શનીય ગંભીર ગુનો હોય આરોપીની જામીન અરજીને રદ કરવી જોઇએ.

ઉપરોકત રજૂઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને સેસન્સ અદાલતે આરોપીની જામીન અરજીને રદ કરી હતી.

આ કામમાં સરકારપક્ષે એ.પી.પી.શ્રી પરાગ એન.શાહ રોકાયા હતાં.(૨૩.૧૪)

(3:51 pm IST)