Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

રૂ. બે લાખ ૨૦ હજારનો ચેક પાછો ફરતા આરોપીને સમન્સ

રાજકોટ તા ૮ : રૂ બે લાખ ૨૦ હજારનો ચેક પાછો  ફરતાં ફરિયાદ થતા કોર્ટે આરોપીને હજાર થવા હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે. કે, શ્રીજયંતિભાઇ ભીખાભાઇ સભાયાઅે એક વર્ષ પહેલા મિત્રતા  અને ઓળખાણ નો સબંધ   ધરાવતા શ્રી રવીતભાઇ  પરષોતમભાઇ ડોબરીયાને ઉછીના  પેટે રોકડા  રૂ ૨,૨૦,૦૦/- અંકે રૂપિયાબે લાખ વીશ હજાર પુરા મદદ માટે આપેલા, જે રકમ પરત  આપવા બાબતે આ કામના આરોપીએ તેમના ખાતા વાળી બેંક ઓફ બરોડા, પડધરી બ્રાંચ જી. રાજકોટનો ચેક આપેલો હતો, જે ચેક ફરીયાદીએ તેમની ધી.કો.ઓ.બેંક ઓફ રાજકોટ, મવડી બ્રાંચ રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું  ચેક પરત ફરેલ હતો.

આમ ફરીયાદીએ આ ચેક બિન ચુકતે પરત ફરતા  આ કામના આરોપીને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી. આમ છતાં આ કામના આરોપીએ કોઇ જવાબ આપેલો નહીં, તેથી આ કામના ફરીયાદીએ તેમના વકીલ મારફત ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ફોજદારી ફરીયાદ દાખલ કરતા  રાજકોટના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટે  રવીતભાઇ પરષોતમભાઇ ડોબરીયા ને સમન્સ ઇસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છે. આ કામે ફરીયાદી વતી એડવોકેટ અતુલ સી. ફળદુ રોકાયા હતા.

(3:50 pm IST)