Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

પોસ્ટ ઓફીસ - એલઆઈસી - ઈન્કમટેક્ષ સહિતની કચેરીઓ સૂમસામ : ઉગ્ર દેખાવો

રાજકોટ : દેશવ્યાપી બેન્ક, પોસ્ટ, વિમા તથા અન્ય કચેરીઓના કર્મચારીઓની હડતાલ સંદર્ભે આજે રાજકોટની હેડપોસ્ટ ઓફીસ - એલઆઈસી - ઈન્કમટેક્ષ સહિતની તમામ કચેરીઓ સુમસામ ભાંસતી નજરે પડી હતી. આવતીકાલે પણ હડતાલ ચાલુ રહેશે.  તસ્વીરમાં ઉપરની તસ્વીરોમાં પોસ્ટલ - ઈન્કમટેક્ષ કચેરીઓ સુમસામ ભાંસતી નજરે પડે છે. ત્રીજી તસ્વીરમાં પોસ્ટલ કર્મચારીઓ દેખાવ કરતા જણાય છે. નીચેની તસ્વીરમાં ઈન્કમટેક્ષ ભવન ખાતે કર્મચારીઓના દેખાવો, સુમસામ એલઆઈસી ભવન અને કર્મચારીઓના ઉગ્ર સૂત્રોચ્ચાર જણાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:47 pm IST)