Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

રાજકોટ સહિત રાજયભરમાં ૧૦મીથી કરૂણા અભિયાનઃ રાજકોટ શહેર-જીલ્લામાં પક્ષીઓ માટે ખાસ સારવાર કેન્દ્રોઃ કલેકટરની જાહેરાત

પત્રકાર પરીષદમાં માહિતી આપતા ડો. રાહુલગૂપ્તાઃ ઉતરાયણ પર પતંગ-દોરાથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા અભિયાન.. : હેલ્પલાઇન-ઓપરેશન થિયેટર-સારવાર કેન્દ્રો ઠેક ઠેકાણે ઉભા કરાશેઃ કોર્પોરેશન-પોલીસ-વનખાતું-પશુપાલનનો ખાસ સહયોગ લેવાયો : ૧૪મીએ સવારે ૬ થી ૮ અને સાંજે પ થી ૬ પતંગ ન ઉડાડવા અને ચાઇનીઝ દોરા-તુકકલ ન ઉડાડવા કલેકટર દ્વારા અપીલઃ આકરા પગલાની ચેતવણી : ર૦ થી વધુ પશુ દવાખાનામાં : ૩૦થી વધુ વેટરનરી ડોકટરો અને સ્ટાફ ખાસ ખડેપગે રહેશે

રાજકોટ તા. ૮ : રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગ પૂર્વક ઉજવાતો હોય છે પરંતુ આ દરમિયાન  પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબંધ બનાવો બનતા હોય છ.ે આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી બે વર્ષથી કરૂણા અભિયાન શરૂ કરાયું છ.ે

તા. ૧૦ થી તા.ર૦/૧/ર૦૧૯ દરમ્યાન આ અભિયાન હેઠળ રાજયભરના તમામ જીલ્લા કલેકટરની તેમજ મ્યુનિસીપલ કમિશ્નરની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ વન વિભાગ, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર, એનીમલ વેલફેર બોર્ડ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, વિવિધ ગૌશાળાઓ પાંજરાપોળો, વિદ્યુત બોર્ડ અને રાજયભરમાં પથરાયેલ વિવિધ જીવદયાપ્રેમી સંસ્થાઓ વચ્ચે સંકલન સાધી સઘનપણે પક્ષીઓને બચાવવાની કામગીરી સુઆયોજીત ઢબે હાથ ધરાશે તેમ કલેકટર ડો. રાહુલ ગૂપ્તાએ પત્રકાર પરીષદમાં જણાવ્યુ઼ હતુંકે આ અભિયાનમાં જીવદયાપ્રેમીઓ અને જીવદયાક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ સાથે સંકલન કરવુ અને તેમને જીલ્લા તંત્ર સાથે આ અભિયાનમાં મોટાપાયે સાંકળવુ એ અતિ મહત્વનો અભિગમ રહેશે આ અન્વયે દરેક જિલ્લા મુખ્ય મથકોએ હેલ્પલાઇન, વિવિધ સ્થળએ ઓપરેશન થિયેટર તેમજ પક્ષીઓના સારવાર કેન્દ્રો ઉભા કરી, ઇજા થયેલ પક્ષીઓને સારવાર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં વનવિભાગ, પશુપાલન વિભાગ, પોલીસ તંત્ર, વિવિધ સરકારી તેમજ અર્ધસરકારી તંત્રો, વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ તેમજ પશુચિકિત્સક અધિકારીઓ, માહિતી ખાતુ, ડેરી તેમજ દુધ મંડળી તેમજ અન્ય વેટરનરી ડોકટરો સહીતનાઓએ પણ સામેલ કરવામાં આવેલ છે. તદ્દઉપરાંત આ અભિયાન હેઠળ ચાઇનીઝ દોરી અથવા ચાઇનીઝ માંઝાનો ઉપયોગ ન થાય તે અંગે જાગૃતિ કેળવાય તેમજ પતંગ ચગાવવાના ઉમંગમાં અબોલ જીવોને હાની ન થાય ત અંગે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું તેમજ મોબાઇલવાન મારફતે જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવાનું નકકી કરાયેલ છે.

કરૂણા અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લા કલેટકર રાહુલ ગૂપ્તા, અધિક કલેકટર પંડયા, ગુજરાત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સભ્ય મિતલ ખેતાણી તથા સાથી ટીમ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (એસપીસીએ) ના જયેશ ઉપાધ્યાય, ચંદ્રકાંતભાઇ શેઠ, પ્રતિક સંઘાણી રાજકોટ મહાનગરપાલિકા, વન વિભાગ, પશુ-પાલન વિભાગના ડો. વઘાસીયા, જિલ્લા, વહિવટી તંત્ર પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ તથા છેલ્લા ૧પ વર્ષની રાજકોટ શહેરના ઘવાયેલા અબોલ જીવોની નિઃશુલ્ક સારવાર કરતી અને મુખ્યમંત્રી દ્વારા સન્માનીત જીવદયા સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇનના અને શ્રી પંચવટી શ્વેતાંમ્બર મૂર્તિપૂજક જૈન તપોગચ્છ સંઘ, રાજકોટનો મળ્યો છે. સથવારે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

  રાજકોટ જિલ્લામાં ચાર્ટમાં આપેલા નંબરો તા. ૧૦ થી તા. ર૦ જાન્યુઆરી સુધી ઘવાયેલા પક્ષીઓની નિઃશુલ્ક સારવાર માટે કાર્યરત રહેશે.

  કરૂણા અભિયાન અને હેલ્પ લાઇન નંબરનો વિસ્તૃત પ્રચાર કરી અબોલ પક્ષીઓને બચાવવાનો સઘન પ્રયાસ કરાશે.

  જીલ્લામાં આ અભિયાન અંતર્ગત વાહનો નકકી કરી તેના પર બેનર અન્ય પ્રચાર માધ્યમો ગોઠવી, જનજાગૃતિ કેળવવાની કાર્યવાહી કરાશે.

  મહાનગરપાલિકા પશુપાલન અને વન વિભાગની કચેરીઓના વાહનો નકકી કરી ઘાયલ થયેલા પક્ષીઓને પશુ દવાખાના સુધી લઇ જવાની (શકય હશે ત્યાં સુધીની) વ્યવસ્થા ગોઠવાશે.

  પ્રતિબંધીત ચાઇનીઝ દોરા તેમજ ચાઇનીઝ તુક્કલ વેંચતા વેપારીઓ પર તડાપીટ બોલાશે.

  આગામી મકરસંક્રાંતિ પર્વ નિમિતે એસ. પી. સી.એ. અને જીલ્લા પંચાયત રાજકોટ દ્વારા સમગ્ર જિલ્લામાં પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓ માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. જિલ્લાનાં તમામ તાલુકા સ્તરના ર૦ થી વધુ પશુ દવાખાનાઓમાં ૩૦ થી વધુ વેટરનરી ડોકટરોની ટીમ હાજર રહેશે. અને પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર-સુશ્રુષા કરશે. આ તમામ દવાખાના મકર સંક્રાંતિએ સવારે ૯ થી સાંજે ૮ સુધી ખુલ્લા રહેેશે.

ઉતરાયણ પર પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા મા. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી સમગ્ર રાજયમાં તા. ૧૦ મીથી તા. ર૦ જાન્યુઆરી સુધી ચાલનાર કરૂણા અભિયાન અંગે, રાજકોટ કલેકટર ડો. શ્રી રાહુલ ગુપ્તા, અધિક કલેકટર પી. બી. પંડયા, ગુજરાત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સભ્ય મિતલ ખેતાણી, એનીમલ હેલ્પ લાઇનના પ્રતિક સંઘાણી, જૈન શ્રેષ્ઠી ચંદ્રકાંતભાઇ શેઠ, એસ. પી. સી. એ. ના જયેશ ઉપાધ્યાય, ડો. માધવ દવે, રાજકોટ મહાજન પાંજરાપોળના અગ્રણીઓ, પંચનાથ એનીમલ હોસ્પિટલના દેવાંગભાઇ માંકડ અને મયુરભાઇ શાહ, ચંદ્રેશભાઇ પટેલ, શૈલેષભાઇ ચૌહાણ, રાહુલ ખિવસરા, શૈલેષભાઇ જાની, કેતન બોરીસાગર, દિવ્યેશભાઇ લુંભાણી, પશુપાલન વિભાગના ડો. બી. જે. વઘાસીયા, સીએફઓ એ. સી. પટેલ, ડીએફઓ એમ. એમ. મુની, વન વિભાગના અધિકારીઓ, રમેશભાઇ ઠક્કર, ધીરૂભાઇ કાનાબાર, એડવોકેટ કમલેશભાઇ શાહ, ઘનશ્યામભાઇ ઠક્કર, શ્રી પંચવટી શ્વેતાંમ્બર મૂર્તિપૂજક જૈન તપોગચ્છ સંઘ, પરેશભાઇ વોરા, નિલેશભાઇ દોશી, વાઇલ્ડ સૌરષ્ટ્ર સંસ્થા, ડો. મીલન ભરાડ, ભાવેશ ત્રિવેદી, ભાવીન પટેલ, મનીષ ત્રિવેદી, જીવદયા ટ્રસ્ટ, સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ, સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે રાજકોટ શહેરમાં તા. ૧૦થી ૨૦ જાન્યુઆરી સુધી કંટ્રોલરૂમ કાર્યરત રહેશે

(૧) ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ શહેરોમાં (રાજકોટ સહિત) કરૂણા એમ્બ્યુલન્સ ટોલ ફ્રી નં. ૧૯૬૨

(૨) પશુ દવાખાનું (ફુલછાબ ચોક, સદરબજાર, રાજકોટ)

(૩) પશુ દવાખાનું (પેડક રોડ, રાજકોટ)

(૪) વન વિભાગ કંટ્રોલરૂમ (ફોન નં. ૦૨૮૧-૨૫૮૧૫૧૦)

(પ) કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલપલાઇન વેટરનરી હોસ્પિટલ (ગોંડલ રોડ ચોકડી, તુલીપ પાર્ટી પ્લોટની પાછળ, હોટલ ક્રિષ્ના પાર્કવાળો સર્વિસ રોડ, વાવડી, રાજકોટ મો. ૯૮૯૮૦ ૧૯૦૫૯, મો. ૯૮૯૮૪ ૯૯૯૫૪

(૬) પંચનાથ એનીમલ હોસ્પિટલ, પંચનાથ મંદિર, રાજકોટ (મો. ૯૩૭૪૧ ૦૦૦૭૫)

(૭) રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, (ફોન નં. ૦૨૮૧-૨૪૫૭૦૧૯, ૨૪૫૮૯૭૬) આ સિવાય તા.૧૪ અને ૧૫ના રોજ રાજકોટ શહેરમાં ૬ જગ્યાએ વિશેષ કંટ્રોલરૂમ ઉભા કરવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લામાં કરવામાં આવેલ આયોજન

સારવારનું સ્થળ

કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનીમલ હેલ્પલાઇન

ત્રિકોણબાગ, રાજકોટ

૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪

પેડક રોડ, રાજકોટ

૯૯૯૮૬ ૩૯૩૮૨

આત્મીય કોલેજ પાસે,

કાલાવડ રોડ, રાજકોટ

૯૫૭૪૪ ૦૦૦૨૮

 

કિશાનપરા ચોક, રાજકોટ

૯૫૭૪૪ ૦૦૦૨૮

માધાપર ચોકડી પાસે, રાજકોટ

૯૫૭૪૪ ૦૦૦૬૪

કરૂણા એનિમલ હોસ્પિટલ

 ગોંડલ રોડ ચોકડી પાસે,

તુલીપ પાર્ટી પ્લોટ પાછળ,

વાવડી, રાજકોટ

૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪

 

 

 

(3:46 pm IST)