Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

રાજકોટ જિલ્લામાં સ્વાઈનફ્લુના વધુ ચાર રિપોર્ટ પોઝિટિવ

 

રાજકોટ : શિયાળામાં ઠંડીની સાથે સ્વાઈન ફ્લૂએ પણ માથું ઉચક્યું છે રાજકો જિલ્લામાં વધુ ચાર રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે રાજકોટ શહેરમાં સ્વાઇન ફલૂએ પણ કહેર વર્તાવ્યો છે. જેમાં આજે વધુ 4 દર્દીઓના ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે.

  રાજકોટ જિલ્લાના 2 પુરુષ, રાજકોટ શહેરના 1 અને મોરબી જિલ્લાના 1 પુરુષ દર્દીના કેસ પોઝીટીવ આવ્યા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે  છેલ્લા એક અઠવાડિયામાં 13 પોઝિટિવ કેસ નોંધાયા છે.જયારે ચાલુ વર્ષ દરમિયાન કુલ 171 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી 45 દર્દીના મોત નિપજ્યા છે.

(9:31 pm IST)