Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

રાજકોટ શહેર પોલીસ અધિકારીઓનું હકારાત્મક પોઝિટિવ પગલું!:હવે પોલીસ હેડ ક્વાટર બહાર રહેતા કર્મચારીઓને "રોલકોલ"(હાજરી) માંથી મળશે મુક્તિ !

પોલીસ હેડ ક્વાટર કેમ્પસ બહાર રહેતા તમામ જવાનો માટે રાહતના સમાચારથી આનંદો: અધિકારીઓના પગલાંને બિરદાવતા કર્મચારીઓ

રાજકોટ :હવે મહિલા-પુરુષ પોલીસ કર્મચારી હેડ કવાર્ટરની બહાર રહેતા હોય તેમણે રોલકોલ માફી (મુક્તિ) જોઈતી હોય તેવા કર્મચારીઓએ પોતાના રહેણાંકના સરનામા સાથે સંબંધિત અધિકારી, ટેબલ પર રિપોર્ટ જમા કરાવી દેવો પડશે પોલીસ કર્મચારીઓને રોલકોલમાંથી રિલેકશન અપાયાના હકારાત્મક પગલાંથી કર્મચારીઓમાં પણ આનંદ છવાયો છે 

  રાજકોટ ની ટ્રાફિક ની સમસ્યા વચ્ચે પાંચ-દશ મિનિટ માટે પાંચ-દશ કિલોમીટરનો ધક્કો નહીં થાય પેટ્રોલ, સમય બન્નેની બચત સાથે પારિવારિક કોઈ કામકાજ પણ થઈ શકશે આ સારા નિર્ણય થી ખાસ મહિલા કર્મી ઓ બહું મોટી રાહત અનુભવશે
  અધિકારીઓના હકારાત્મક અભિગમ સાથે કર્મચારીઓની પણ ફરજ બની રહે છે કે, જયારે ફરજ જરૂર કે અગત્યના કામ માટે ખાસ ઈમરજન્સી બોલાવવામાં આવે ખાસ રોલકોલ લેવામાં આવે ત્યારે ફરજીયાત સમય કાઢીને હાજર રહેવુ પણ જરૂરી રહેશે નહીં કે એ સમયે પણ અમે તો બહાર રહીએ છીએ, રિપોર્ટ આપેલો છે ન આવી શકીએ આવા ખોટા બહાના બતાવી નહી શકે

 

(11:18 pm IST)