Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

જાહેરમાં ગંદકી ફેલાવતા ૩૩ દંડાયા : ૩.૬ કીલો પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્‍ત

વેસ્‍ટ, ઈસ્‍ટ તથા પૂર્વ ઝોનમાં સોલિડ વેસ્‍ટ શાખાની કડક ઝુંબેશ

રાજકોટ ,તા.૭ : મહાનગરપાલિકાની સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ ૩૩ નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને ૩.૬ કી.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવામાં આવેલ.

મહાનગરપાલિકાની સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગના મધ્‍ય ઝોનના વોર્ડ નં.૦૨, ૦૩, ૦૭, ૧૩, ૧૪ તથા ૧૭ના વોર્ડના સેનેટરી ઇન્‍સપેકટર તથા સેનેટરી સબ-ઇન્‍સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્‍યુસન્‍સ કરતા નાગરિકોને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્‍યાન મધ્‍ય ઝોન વિસ્‍તારમાં કુલ- નાગરિકો જાહેરમાં ન્‍યુસન્‍સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ અને ૦૧ કી.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગના પમિ ઝોનના વોર્ડ નં.૦૧, ૦૮, ૦૯, ૧૦, ૧૧ તથા ૧૨ ના વોર્ડના સેનેટરી ઇન્‍સપેકટર તથા સેનેટરી સબ-ઇન્‍સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્‍યુસન્‍સ કરતા નાગરિકઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્‍યાન પમિ ઝોન વિસ્‍તારમાં કુલ-૧૪ નાગરિકો જાહેરમાં ન્‍યુસન્‍સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ અને ૨.૫ કી.ગ્રા. -તિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવામાં આવેલ.

મહાનગરપાલિકાની સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગના પુર્વ ઝોનના વોર્ડ નં.૦૪, ૦૫, ૦૬, ૧૫, ૧૬ તથા ૧૮ ના વોર્ડના સેનેટરી ઇન્‍સપેકટર તથા સેનેટરી સબ-ઇન્‍સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્‍યુસન્‍સ કરતા નાગરિકઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્‍યાન પૂર્વ ઝોન વિસ્‍તારમાં કુલ-૦૮ નાગરિકો જાહેરમાં ન્‍યુસન્‍સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ અને ૦.૧ કી.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવામાં આવેલ.

ઉપરોકત કામગીરી મ્‍યુનિ. કમિશનર આનંદ પટેલની સુચના અને નાયબ કમિશનરના માર્ગદર્શન અન્‍વયે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગના પર્યાવરણ ઇજનેર એન.આર.પરમાર તથા નાયબ પર્યાવરણ ઇજનેર પી.સી.સોલંકી,  વી.એમ.જીંજાળા અને  ડી.યુ.તુવરની આગેવાની હેઠળ એસ.આઇ. તથા એસ.એસ.આઇ. દ્વારા પ્રતિંબંધીત પ્‍લાસ્‍ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્‍યુસન્‍સ કરતા નાગરિકઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.

(3:19 pm IST)