Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

માધાપર ચોકડી પાસે મામલતદારનું બુલડોઝર ફરી વળ્‍યું : ૧૪ ઝુંપડા સાફઃ ર૦ કરોડની જમીન ખુલ્લી

બે કેબીનો હટાવાઇઃ ઇન્‍ચાર્જ મામલતદાર ચાવડા અને તેમની ટીમ દ્વારા ઓપરેશન

આજે માધાપર ચોકડી પાસે સર્વે નં. ૧૪૯માં ૧૪ ઝુંપડા-ઇંટોવાળા કાચા મકાનો-બે કેબીનો હટાવી ર૦ કરોડની જમીન મામલતદારે ખુલ્લી કરાવી તે નજરે પડે છે.

રાજકોટ, તા., ૭: રાજકોટ જીલ્લા કલેકટરની સુચના બાદ ઇન્‍ચાર્જ તાલુકા મામલતદાર શ્રી ચાવડા અને તેમની ટીમ દ્વારા માધાપર ચોકડી સર્વે નં. ૧૪૯માં ૪ થી ૪ાા એકર જમીન ઉપર ઉભુ થઇ ગયેલ દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું અને ર૦ કરોડની જમીન ખુલ્લી કરાવાઇ હતી.

ઉપરોકત સર્વેની બાજુમાં જ નવુ કોર્ટ ભવન આવેલ છે. તેની બાજુની જમીન ઉપર જ ૧૦ થી ૧૫ ઝુંપડા, કેબીનોનું દબાણ હતું. જે અંગે નોટીસો ફટકારાયા બાદ આજે પોલીસ-વીજ તંત્રની ટીમો સાથે રાખી આજે બુલડોઝર ફેરવી ૧૨ થી ૧૫ જેટલા ઝુંપડા-બે કેબીનો બધુ તોડી પાડી જમીન ખુલ્લી કરાવાઇ હતી. ર૦ કરોડની જમીન ખુલ્લી કરી કલેકટરને રીપોર્ટ કરી દેવાયો છે.

મામલતદાર સાથે સિનિયર નાયબ મામલતદાર શ્રી કિરીટસિંહ ઝાલા, સર્કલ ઓફીસર શ્રી સંજય કથીરીયા, દબાણના નાયબ મામલતદાર શ્રી વાઘેલા-તલાટી વિગેરે જોડાયા હતા.

(3:19 pm IST)