Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

દક્ષિણ મામલતદાર-ખાણ-ખનીજની ટીમો ત્રાટકીઃ ૧૪ કરોડની જમીન ખૂલ્લી...

કલેકટરની ડાયરેકટ સૂચના બાદ મવડીમાં સુપર-ડૂપર ઓપરેશનઃ ૧ર૦૦ સ્‍કવેર મીટર (૧૪૩પ યાર્ડ) પર રેતી-કપચીનો સ્‍ટોર બનાવી નાખ્‍યો હતો : લાખોના રેતી-કપચી કબજે : ૩ લાખનો દંડ ફટકારતુ ખાણ-ખનીજઃ ૭ આસામીઓને જગ્‍યા ખાલી કરવા મામલતદાર કાકડીયા ખાણ-ખનીજ બંનેની નોટીસો

આજે મવડીમાં દક્ષિણ મામલતદાર કાકડીયા અને ખાણ-ખનીજ ટીમોએ ઓપરેશન હાથ ધરી -સર્વે નં.૧૯૪ની સરકારી જમીન ઉપર ગેરકાયદે સ્‍ટોર કરાયેલ રેતી-કપચીના ઢગલા કબજે લઇ-૩ લાખનો દંડ ફટકારી ૧૪ કરોડની જમીન ખૂલ્લી કરાવી હતી, સ્‍થળ ઉપર બે ટ્રક-જેસીબી પણ મળી આવતા પંચનામું કરાયું હતું.

રાજકોટ તા. ૭ : રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીનીડાયરેકટ સૂચના બાદ દક્ષિણ મામલતદાર શ્રી કાકડીયા તેમના સર્કલ ઓફીસર શ્રી અજયસિંહ જાડેજા તથા રાજકોટના આસિ. જીઓલોજીસ એજી. જે.સાવનારે અને તેમની ટીમે મવડી સર્વેના ૧૯૪ સરકારી જમીન ઉપર અંદાજે પ થી ૭ આસામીઓ દ્વારા ઉભુ કરાયેલ ગેરકાયદે રેતી-કપચીના ઢગલાનું-સ્‍ટોર ઉભો કરાયો હતો તેદબાણ દૂર કરી રૂા.૧૪ કરોડથી વધૂની કિંમતની સરકારી જમીન ખૂલ્લી કરાવી કલેકટરને રીપોર્ટ કરી દિધો હતો.

આજે સવારે ૧૦-૩૦ વાગ્‍યાની આસપાસ દક્ષિણ મામલતદાર શ્રી કાકડીયા અને ખાણ-ખનીજની ટીમો સંયુકત રીતેમવડી પોલીસ લાઇન પાછળ, હેમીક્રી એપાર્ટમેન્‍ટ પાસે મવડી સર્વે નં. ૧૯૪ ની સરકારી જમીન ઉપર દોડી લઇ હતી, અને જોયુ તો પ થી ૭ આસામીઓ દ્વારા રેતી-કપચીના મોટા ઢગલા કરી-વેચાણ થતુ હોવાનું ખૂલ્‍યુ હતું, બંને ટીમોએ દરોડા પાડતા નાસભાગ મચી ગયેલ, પરંતુ પોલીસની ટીમો સાથે હોય, સ્‍થળ ઉપર જ કાર્યવાહી શરૂ કરી દેવાયેલ, લાખોની કિંમતની રેતી-કપચીના ઢગલાનો કબજો કરી લેવાયો હતો, તથા સ્‍થળ ઉપર મળી આવેલ બે ટ્રક-એક જેસીબી અંગે પંચનામુ કરી-૭ આસામીઓના નિવેદન નોંધી કયાંથી આ જથ્‍થો લાવ્‍યા તેની તપાસ કર્યા તમામને લઇને સ્‍થળ :પર જ ૩ લાખનો દંડ ફટકારી દેવાયો હતો.

દક્ષિણ મામલતદાર શ્રી કાકડીયા દ્વારા તથા ખાણ-ખનીજ દ્વારા ૭ દિવસમાં જમીન ખાલી કરવા નોટીસો ફટકારાઇ છે, ૧ર૦૦ સ્‍કવેર મીટર એટલે કે ૧૪૩પ વાર રૂા.૧ લાખના ભાવ સાથે કુલ ૧૪ કરોડની જમીન ટીમોએ ખૂલ્લી કરાવી હતી.

(3:17 pm IST)