Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

ડીબીએસ બેંકના કર્મચારીના નામે શો રૂમના મેનેજર રવિ ચોવટીયા સાથે ૬૦ હજારની ઠગાઇ

તમારા ક્રેડીટ કાર્ડમાં લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સ ચાલુ છે, તે બંધ કરાવવું હોય તો મને ઓટીપી આપો...ગઠીયાએ આવી વાત કરતાં જુના માર્કેટ યાર્ડ પાસે રહેતો યુવાન સાચુ માની ગયો, ઓટીપી આપ્‍યો અને નાણા ગુમાવ્‍યાહેડકોન્‍સ. દિપકભાઇ પંડીતે ગુનો દાખલ કર્યોઃ પીઆઇ કે. જે. રાણાએ તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૭: હું ડીબીએસ બેંકમાંથી બોલુ છું, તમારા ક્રેડીટ કાર્ડમાં લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સ ચાલુ છે, તેના પ્રીમિયમનો હપ્‍તો ક્રેડીટ કાર્ડમાંથી કપાઇ જશે, તો ઇન્‍સ્‍યોરન્‍સ બંધ કરાવવો હોય તો તમને એક ઓટીપી આવશે તે મને જણાવો એટલે પ્રોસીઝર કરીને તમારો ઇન્‍સ્‍યોરન્‍સ બંધ કરી દઉ...આવો ફોન કરી ગઠીયાએ શહેરના જુના માર્કેટ યાર્ડ પાસે રહેતાં અને ઓટોમોબાઇલ શો રૂમમાં મેનેજર તરીકે નોકરી કરતાં યુવાનને છેતરીને રૂા. ૬૦,૪૭૭ ઉપાડી લીધા છે.

આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે જુના માર્કેટ યાર્ડ સામે બાલકૃષ્‍ણ સોસાયટી-૨૪માં રહેતાં અને ગ્રીનલેન્‍ડ ચોકડી ખાતે કટારીયા ઓટોમોબાઇલ્‍સમાં કોમર્શિયલ મેનેજર તરીકે નોકરી કરતાં રવિભાઇ વશરામભાઇ ચોવટીયા (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી એક મોબાઇલ નંબરના ધારક અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, આઇટી એક્‍ટ હેઠળ રૂા. ૬૦,૪૭૭ની ઠગાઇ કર્યાનો ગુનો નોંધ્‍યો છે.

રવિભાઇએ જણાવ્‍યું છે કે મારી પાસે ડીબીએસ બેંકનું ક્રેડીટ કાર્ડ છે, જો કે મેં તેને કદી વાપર્યુ નથી. તા. ૨૬/૫/૨૩ના રોજ હું મારી નોકરીના સ્‍થળ પર હતો ત્‍યારે બારેક વાગ્‍યે મને ફોન આવ્‍યો હતો. ફોન કરનારે ‘હું ડીબીએસ બેંકમાંથી વાત કરુ છું, તમાર ડીબીએસ બેંકના ક્રેડીટ કાર્ડમાં તમારો લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સ ચાલુ છે, જેનું રૂા. ૧૯૯૫૯નું પ્રીમિયમ તમારા ક્રેડીટ કાર્ડમાંથી કપાવવાનું છે? અને જો તમે લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સ બંધ કરાવવા માંગતા હોય તો બંધ કરાવી શકો છો' તેમ કહેતાં મેં તેને ઇન્‍સ્‍યોરન્‍સ બંધ કરી દેવાનું કહેતાં તેણે મને મોબાઇલ ફોનમાં એક ઓટીપી મોકલ્‍યો હતો.

આ ઓટીપી તેણે માંગતા મેં આપી દીધો હતો. તેણે આમ કરવાથી ઇન્‍સ્‍યોરન્‍સ બંધ થઇ જશે અને પ્રીમિયમના કોઇ રૂપિયા નહિ કપાય તેમ કહ્યું હતું. તેણે કહ્યું તેમ મેં કર્યુ હતું અને ફોન કાપી નાંખ્‍યો હતો. બાદમાં તુરત જ મારા ક્રેડીટ કાર્ડમાંથી રૂા. ૧૯,૯૫૯ તથા ૪૦,૫૪૮.૧૯ કપાઇ ગયા હતાં. આથી મેં મારા મિત્રને વાત કરી હતી. બાદમાં તેણે મને ફ્રોડ થયાનું સમજાવી સાયબર ક્રાઇમ હેલ્‍પલાઇન નંબર-૧૯૩૦માં ફોન કરવાનું કહેતાં મેં ફરિયાદ કરી હતી.

મને ડીબીએસ કર્મચારીની ઓળખ આપી ગઠીયાએ મારી સાથે કુલ રૂા. ૬૦,૪૭૭.૧૯ની ઠગાઇ કરી હોઇ હવે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં રવિભાઇએ કહેતાં  હેડકોન્‍સ. દિપકભાઇ પંડિતે ગુનો દાખલ કરતાં આગળની તપાસ પીઆઇ કે. જ.ે રાણપાએ હાથ ધરી છે.

(3:20 pm IST)