Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

ખેતીવાડી નિયામક ખાતાના કર્મચારીને ગ્રેચ્‍યુટી વ્‍યાજ સાથે ચુકવવા આદેશ

રાજકોટ તા.૭: ખેતીવાડી નિયામક, રાજકોટના કર્મચારીશ્રી ગોપાલ વિઠલદાસ ચોૈહાણને ગ્રેચ્‍યુટી વ્‍યાજ સાથે ચુકવવા, મેનેજમેન્‍ટ ખેતીવાડી નિયામક ને ડાયકરેકશન આપતો ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો.

અત્રેના શ્રી ગોપાલદાસ વિઠલદાસ ચોૈહાણને ખેતીવાડી નિયામકશ્રીએ ૧૯૮૬ મા નોકરીમાથી છુટા કરતા મજકુર લેબર કોર્ટ રાજકોટ સમક્ષ નોકરીમા પરત લેવાનો કેસ કરેલો. સદરહું કેસ ચાલી જતા, લેબર કોર્ટ રાજકોટએ સરકારને મજકુર કામદારને નોકરીમા પરત લેવા અને પડેલા દિવસોનો ૨૫ ટકા પગાર ચુકવવા, ૨૧-૯-૧૯૯૯ ના રોજ હુકમ કરેલો. સદરહું હુકમથી નારાજ થઇ સરકારે ગુજરાત હાઇકોર્ટમા રીટ પીટીશન દાખલ કરેલ હતી જે હાઇકોર્ટએ ૨૦૦૨ મા ડીસમીસ કરેલ હતી.

આથી મજકુર કામદારે કંટ્રોલીગ ઓથોરીટી રાજકોટ સમક્ષ ગ્રેચ્‍યુટી અરજી દાખલ કરેલી જે ચાલી જતા કંટ્રોલીગ ઓથોરીટી શ્રીમતી એસ.એ. ભપલ એ સરકારને કુલ રૂા.૩,૩૩,૪૧૫/-, ૧૦ ટકા વ્‍યાજ સાથે ગ્રેચ્‍યુટી ચુકવવા હુકમ કરેલ હતો. જે સામે સરકારે અપીલ કરી હતી.

મજકુર કામદાર તરફથી હાઇકોર્ટ સમક્ષ પી.આર. દેસાઇ એડવોકેટએ રજુઆત કરેલ કે, ૧૯૮૬ થી ૨૦૦૩ સુધીના સમયની નોકરી સળંગ ગણવી જોઇએ કારણ કે, સરકારના કામદારના છુટા કરવાના પગલાને, લેબર કોર્ટએ ગેરકાયદેસર ઠરાવેલ છે અને માત્ર ફીઝીકલ હાજરી ન હોવાને કારણે નોકરીમાં બ્રેક પડેલ છે તેવુ કહી શકાય નહીં. કામદારની નોકરી સળંગ ગણવી જોઇએ તેમુદા ઉપર એડવોકેટ શ્રી પી.આર. દેસાઇએ ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કરેલ હતાં.

ઉપરોકત રજુઆતો સાંભળી ગુજરાત હાઇકોર્ટએ સરકારની રીટ પીટીસન રદ કરેલ છે અને મજકુર કામદારે ગ્રેચ્‍ુયુટીની રકમ ૮- અઠવાડીયામાં વ્‍યાજ સાથે ચુકવી આપવા હુકમ કરેલ છે. આ કામમાં શ્રી ગોપાલદાસ વિઠલદાસ ચોૈહાણ વતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ પી.આર. દેસાઇ રોકાયેલ હતા.

(12:19 pm IST)