Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

લોકસભા ચૂંટણીઃ આ વખતે રાજયના તમામ પ૦ હજારથી વધુ મતદાન મથકો ઉપર વેબ કાસ્‍ટીંગ કરવા નિર્ણય

રાજકોટના રરરપ મતદાન મથકોનો સમાવેશઃ રાજકોટ જીલ્લામાં ૪પ બૂથ અતિ સંવેદનશીલ

રાજકોટ તા. ૭: ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત રાજય ચૂંટણી પંચ દ્વારા મંગળવારે ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં રાજકોટના રરરપ સહિત રાજયના તમામ મતદાન મથક પર વેબકાસ્‍ટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

રાજકોટમાં રરરપ સહિત રાજયભરમાં પ૧ હજારથી વધુ મતદાન મથક આવેલા છે. ગત ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકોમાં થતી ગેરરીતિ અટકાવવા સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ સહિતના મતદાન મથકો પર વેબકાસ્‍ટિંગની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લામાં ગત વિધાનસભાની ચૂંટણીમાં ૧૧૦૦ જેટલા મતદાન મથક પરથી વેબકાસ્‍ટિંગ કરવામાં આવ્‍યું હતું. ત્‍યારે આ વખતે ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક બને અને બૂથ કેપ્‍ચરિંગ, બોગસ મતદાન સશ્રહિતની ફરિયાદો તથા માથાકૂટો અટકાવવા માટે તમામ મતદાન મથકો પર વેબકાસ્‍ટિંગનો નિર્ણય લેવાયો છે. રાજકોટ જિલ્લામાં લોકસભાની ચૂંટણીની તૈયારી અંગે ગાંધીનગર ખાતે સમીક્ષા કરવામાં આવી હતી જેમાં રાજકોટ શહેર-જિલ્લામાં ૪પ જેટલા અતિ સંવેદનશીલ મતદાન મથક હોવાની માહિતી અપાઇ હતી.

(12:16 pm IST)