Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

જીંદાદિલીથી જીવો અને યુવાન દેખાવ

ઉંમરનું વધવું એ એક પ્રાકળતિક નિયમ છે જેને દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકતી નથી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વૈશ્વિક બજારમાં વધતી ઉંમરની રફતારને રોકવા કે આ જૈવિક પ્રક્રિયાને ધીમી કરવા સંબંધિત દવાઓ અને ઉત્‍પાદનો બજારમાં આવ્‍યા છે. આ ઉત્‍પાદનો ત્‍વચાને લાંબો સમય સુધી યુવાન રાખવાનો દાવો કરે છે. અમુક ફાર્માસ્‍યુટિકલ કંપનીઓ તો આવા ઉત્‍પાદનોને ચમત્‍કાર કહી પ્રચાર કરે છે.

હાલમાં થયેલા બેંક ઓફ અમેરિકાના સર્વે અનુસાર ૨૦૨૫ સુધીમાં આ વૈશ્‍વિક માર્કેટ ૬૦૦ બિલિયન ડોલર સુધી પહોંચી જશે. આમ જોવા જઈએ તો ટેકનોલોજીકલ વિશેષજ્ઞ અને વૈજ્ઞાનિકો માટે આ ક્ષેત્ર ખૂબ જ વિશાળ છે. અમુક વૈજ્ઞાનિકો ઉમર ન વધવા દેવા માટે નવી નવી શોધ કરે છે તો અમુક વૈજ્ઞાનિકો ઉમર વધવાથી પ્રભાવિત થવા વાળી માનસિકતા પર સંશોધન કરી રહ્યા છે. આ સંશોધનોમાં દર વખતે એવી જ વાત સામે આવી છે કે માણસ પોતાની જાતને જેટલો વધારે વળદ્ધ સમજે છે તેટલું જ તેનું સ્‍વાસ્‍થ્‍ય અને કામ કરવાની શક્‍તિ નબળી પડે છે. જેને કોઈપણ પ્રકારના ઉત્‍પાદનો કે દવાથી યુવાન કરી શકાતું નથી. જેથી ઉંમરના કોઈ પણ સ્‍ટેજ પર એવું ન વિચારો કે તમે વળદ્ધ થઈ ગયા છો. તમારા જીવનના દરેક ક્ષણને જિંદાદિલીથી અને સકારાત્‍મકતાથી જીવો જે તમને યુવાન દેખાવામાં મદદ કરશે. આ સાથે પોષણક્ષમ આહાર, નીંદર, સ્‍વસ્‍થ મન અને સામાજીકતા - દરેક પાસાઓને મજબૂત કરવા પર પ્રયત્‍ન કરવો જોઈએ.

વધારે કિંમતવાળા એન્‍ટી એજીંગ ઉત્‍પાદનો આપણને યુવાન દેખાવવાના વચ્‍ચેનો તો આપે છે પરંતુ માત્ર તે જ એકમાત્ર યુવાન દેખાવાના ચાવી નથી. મસમોટી કિંમતના એન્‍ટીએજિંગ ક્રીમની નાની ડબીઓ પર હજારો રૂપિયા ખર્ચ કરતા પહેલાં એ જાણવું કે તમારી ત્‍વચાની શા માટે અને કેવી રીતે વળદ્ધ દેખાય છે. દાખલા તરીકે જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે તેમ ત્‍વચા ઢીલી થાય છે જે કુદરતી બદલાવ છે. આ ઉપરાંત અમુક એવા કારણો પણ છે જે કૃત્રિમ રીતે ત્‍વચાને નુકશાન પહોંચાડે. જેમ કે સૂર્યના સતત સંપર્કમાં રહેવું, ધૂમ્રપાન જેવા અન્‍ય કળત્રિમ પરિબળો પણ અસર કરે છે. ત્‍વચાને સ્‍વસ્‍થ અને યુવાન દેખાડવાના  પ્રયોગો અપનાવતા પહેલા કેટલીક ગેરમાન્‍યતાઓને મનમાંથી કાઢવી ખૂબ જરૂરી છે જેમ કે વસ્‍તુ મોંઘી તેટલી સારીની માન્‍યતા આપણા મનમાં હોય છે, આવું દરેક વખતે જરૂરી હોતું નથી. કયારેક મોંઘા ઉત્‍પાદનો પણ ત્‍વચાને અવળી અસર કરે છે. જીવનમાં સામાન્‍ય ફેરફાર પણ યુવાન દેખાવામાં મદદ કરે છે.જેમ કે..

પોષણયુકત આહાર

જો તમે યુવાન દેખાવા માંગો છો તો સૌથી પહેલા તમે જમવાના ડાયટમાં ફેરફાર કરો. બેલેન્‍સ ડાયેટ હંમેશા સ્‍કીન માટે સારા પરિણામો આપે છે. જો  તમે એવો આહાર લો છો જે પૂરતા પ્રમાણમાં ત્‍વચાને જરૂરી વિટામીન્‍સ પૂરા પાડતા નથી તો આવો ખોરાક ડલ સ્‍કીનનું કારણ બની શકે છે માટે હેલ્‍ધી ડાયટ સૌથી વધારે મહત્‍વનું બની રહે છે.

સ્‍વસ્‍થ મન

 આ ઉપરાંત માનસિક વ્‍યગ્રતાને કાબુમાં રાખો. સતત પણે રહેતી ચિંતાઓ અને સ્‍ટ્રેસને લીધે આપણી ત્‍વચા પર વળદ્ધત્‍વ દેખાઈ આવે છે. જયારે હસતો ચહેરો અને હસતું મન હંમેશા યુવાન દેખાવામાં મદદ કરતો હોય છે. જિંદાદીલી જ યુવાન રહેવાની ચાવી છે.

પુરતા પ્રમાણમાં પાણી પીવો

પૂરતું પાણી પીવું પણ હેલ્‍ધી અને યુવાન ત્‍વચા માટે ખૂબ જ જરૂરી હોય છે. આ પાણીનોસ્ત્રોત આપણી ત્‍વચાને હાઇડ્રેટેડ રાખે છે જે યુવાન દેખાવામાં ખૂબ જ મદદ કરે છે.

  સંકલનઃ

રાધિકા જોષી

(3:20 pm IST)