Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

ગવરીદળમાં રોડના કામ માટે ખોદાયેલા ખાડામાં ખૂંટીયો ફસાઇ ગયો

રોડનું કામ કોઇપણ કારણોસર બંધ થઇ ગયું હોઇ આવા ખાડા લોકો અને પશુ માટે બન્‍યા છે જોખમી

રાજકોટઃ શહેરના મોરબી રોડ પર આવેલા કુવાડવા તાબેના ગવરીદળ ગામમાં થોડા સમય પહેલા રોડનું કામ ચાલુ થયું હતું અને હાલમાં આ કામ કોઇપણ કારણોસર બંધ થઇ ગયું હોઇ કામ માટે ઠેકઠેકાણે મોટા ખાડા ખોદી રાખવામાં આવ્‍યા છે. આ ખાડામાં આજે સવારે એક ખૂંટીયો પડી જતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને તેને કઇ રીતે બહાર કાઢવો તે માટે ચર્ચાએ વળગી સંબંધીતોને જાણ કરવા તજવીજ કરી હતી. ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિના જણાવ્‍યા મુજબ રોડના કામ માટે ખોદાયેલા ખાડા હાલ કામ બંધ થઇ ગયું હોવાથી લોકો માટે અને પશુઓ માટે જોખમી બન્‍યા છે. ગામલોકોની માંગણી છે કે કામ સત્‍વરે ચાલુ કરવામાં આવે અથવા ખાડા જોખમી ન બને તે માટેનો રસ્‍તો કાઢવામાં આવે. તસ્‍વીરમાં ખાડામાં પડી ગયેલો ખૂંટીયો જોઇ શકાય છે.

(3:20 pm IST)