Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

પોતાના સમાજ વિશે ખરાબ બોલ્‍યાનો પヘાતાપ કરવા લાલદાસ શરીરે ડીઝલ રેડી સળગ્‍યા!

વિસાવદરના હસનાપરના કાદવાણી આશ્રમમાં બનાવઃ મુળ જસદણના પ્રોૈઢ એક વર્ષથી અહિ રહે છે : ગંભીર રીતે દાઝી જતાં વિસાવદર, જુનાગઢ સારવાર બાદ રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૭: વિસાવદરના હસનાપર ગામે જંગલ વિસ્‍તારમાં આવેલા કાદવાણી આશ્રમ ખાતે સેવક તરીકે રહેતાં મુળ જસદણના કોૈશિકભાઇ ઉર્ફ લાલદાઇ પરષોત્તમભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૫) નામના પ્રોૈઢે તા. ૫ના સવારે શરીરે ડીઝલ રેડી કાંડી ચાંપી અગ્નિસ્‍નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં જુનાગઢ, વિસાવદર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે.

મોડી રાતે કોૈશિકભાઇ ઉર્ફ લાલદાસભાઇને રાજકોટ ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે વિસાવદર પોલીસને જાણ કરી હતી. કોૈશિકભાઇ ઉર્ફ લાલદાસભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં વચેટ છે. તેના પત્‍નિ હયાત નથી. તે જસદણના વતની છે પણ એકાદ વર્ષથી ઘર છોડીને તે હસનાપરના કાદવાણી આશ્રમમાં સેવક તરીકે રહેવા માંડયા હતાં.

તેમના ભાઇએ જણાવ્‍યું હતું કે અમને ઘટનાની જાણ થઇ ત્‍યારે અમે આશ્રમ ખાતે પહોંચ્‍યા હતાં. ભાઇને હોસ્‍પિટલે ખસેડયા પછી અમે તેને આવુ કરવાનું કારણ પુછતાં તેણે એવું રટણ કર્યુ હતું કે-મારાથી કોરોના કાળ વખતે આપણી જ્ઞાતિ-સમાજ માટે ખોટુ, ખરાબ બોલાઇ ગયું હતું. આ વાત કેટલાક દિવસથી મને ખટકતી હોવાથી મેં પヘાતાપ કરવા માટે આ પગલુ ભર્યુ છે.

(12:00 pm IST)