Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

ઓડદર પાસે દિકરાના બાઇક પાછળથી પડી જતાં ભાડ ગામના મોંઘીબેનનું મોત

દિકરાને છાતીમાં દુઃખતું હોઇ દવા લેવા સાથે જઇ રહ્યા હતાં: રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૭: પોરબંદરના ભાડ ગામના મોંઘીબેન રણમલભાઇ ડાકી (ઉ.વ.૬૦) તા. ૫ના રોજ પુત્ર વિપુલભાઇના બાઇકમાં બેસીને પોરબંદર જતાં હતાં ત્‍યારે ઓડદર પાસે બાઇક પાછળથી પડી જતાં ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મોંઘીબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર વિપુલભાઇ ખેતી કરે છે. તેના કહેવા મુજબ પોતાને છાતીમાં દુઃખતું હોઇ પોરબંદર દવા લેવા જતાં હતાં ત્‍યારે માતા પણ સાથે આવતા હતાં. રસ્‍તામાં તેઓ બાઇક પાછળથી પડી ગયા હતાં. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે પોરબંદર મરીન પોલીસ સ્‍ટેશનને જાણ કરી હતી.

(12:01 pm IST)