Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્‍ટીઓ અને હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા

અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠી કિરીટભાઇ ગણાત્રાએ ‘મારા' નહીં ‘સારા'ના સિધ્‍ધાંત અનુસાર ટ્રસ્‍ટીઓ અને હોદ્દેદારોની પસંદગી કરતા : રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ તરીકે રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ તરીકે ડો. નિશાંતભાઇ ચોટાઇની સતત બીજી ટર્મ માટે સર્વાનુમતે પસંદગી :ઉપપ્રમુખ તરીકે રૂપલબેન આર.રાજદેવ, મંત્રી તરીકે રીટાબેન બી.કોટક તથા ખજાનચી તરીકે ધવલભાઇ ડી.કારીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી : ૧૧ ટ્રસ્‍ટીઓની મહાજન કારોબારી સમિતિ : કાબિલેદાદ કામગીરી કરનાર ચૂંટણી કમિશનર ડો.પુરૂષોતમભાઇ પીપરીયાએ તમામ ૨૬ ટ્રસ્‍ટીઓને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યાઃ વિવિધ કમિટીઓમાં તમામ ૨૬ ટ્રસ્‍ટીઓની સર્વાનુમતે યથાયોગ્‍ય વરણી કરવામાં આવીઃ શહેરના અગ્રણીઓની કો.ઓપ્‍ટ સભ્‍યો તરીકે નિમણુંક :આદરણીય કિરીટભાઇ ગણાત્રાએ અમારી ઉપર મૂકેલા : વિશ્વાસને સાર્થક કરવા ‘ટીમ રાજકોટ લોહાણા મહાજન' સદાય તત્‍પર છેઃ રાજુભાઇ પોબારૂ : અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠી કિરીટભાઇ ગણાત્રાના સતત માર્ગદર્શન હેઠળ રાજકોટ લોહાણા મહાજને ગત ટર્મમાં જ્ઞાતિ ઉત્‍કર્ષના ઉત્‍કૃષ્‍ટ કાર્યો કર્યા : ડો.નિશાંતભાઇ ચોટાઇ : તાકાતવર રઘુવંશી સમાજ અહ્‌મમુકત બને, સમજદારી અને સકારાત્‍મકતા કેળવી એક બને તે અતિ જરૂરીઃ કિરીટભાઇ ગણાત્રા : સતત સામાજીક, સેવાકીય, તબીબી, શૈક્ષણિક, ધાર્મિક, સાંસ્‍કૃતિક, રોજગારલક્ષી પ્રવૃતિઓ કરીને સમાજને એક નવી દિશા આપવાનો રાજકોટ લોહાણા મહાજનના નવનિયુકત ટ્રસ્‍ટી મંડળનો કોલ : રામ-લખનની જોડી ગણાતા રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇની સમગ્ર ટીમ રઘુવંશી સમાજને એક તાંતણે બાંધવામાં સફળ રહી છે, જે અભિનંદનને પાત્ર છે : કિરીટભાઇ ગણાત્રા

 રાજકોટ,તા. ૬: વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' ટ્રસ્‍ટના સુધારેલા બંધારણ મુજબ ટર્મ ૨૦૨૩ થી ૨૦૨૮ માટે યોજાયેલ ચૂંટણીના પરિણામો સંદર્ભે નવનિયુકત ટ્રસ્‍ટી મંડળની પ્રથમ બેઠક અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન, આશીર્વચન તથા તેઓની વિશેષ ઉપસ્‍થિતિ સાથે શેઠ શ્રી જયંતિલાલ કુંડલીયા સેવા સંકુલ, આરસીસી બેંક ઓડીટોરીયમ, વાણિયાવાડી મેઇન રોડ, રાજકોટ ખાતે યોજાઇ હતી. શ્રી કિરીટભાઇ ગણાત્રાએ ‘મારા' નહીં ‘સારા'ના સિધ્‍ધાંત અનુસાર ટ્રસ્‍ટીઓ અને હોદ્દેદારોની પસંદગી કરી હતી. જે સંદર્ભે ૨૦૨૩ થી ૨૦૨૮ સુધીની નવી ટર્મ માટે સતત બીજી વખત પ્રમુખ તરીકે રાજુભાઇ પોબારૂ તથા કારોબારી પ્રમુખ તરીકે ડો.નિશાંતભાઇ ચોટાઇની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. હાજર રહેલ સૌએ બંને હોદ્દેદારોને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા.

સાથે-સાથે ઉપપ્રમુખ તરીકે શ્રીમતી રૂપલબેન આર.રાજદેવ, મંત્રી તરીકે શ્રીમતિ રીટાબેન બી.કોટક તથા ખજાનચી તરીકે ધવલભાઇ ડી.કારીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત બંધારણ મુજબ ૧૧ ટ્રસ્‍ટીઓની મહાજન કારોબારી સમિતિની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ડો.નિશાંતભાઇ ચોટાઇ અને સભ્‍યો તરીકે શ્રી રાજુભાઇ પોબારૂ, શ્રીમતિ રૂપલબેન આર.રાજદેવ, શ્રીમતિ રીટાબેન બી.કોટક, શ્રી ધવલભાઇ ડી.કારીયા, એડવોકેટ શ્‍યામલભાઇ સોનપાલ, ડો.પરાગભાઇ દેવાણી, શ્રી દિનેશભાઇ બાવરીયા, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શ્રી હિરેનભાઇ ખખ્‍ખર તથા શ્રી ધવલભાઇ ખખ્‍ખરનો સમાવેશ થાય છે.

રાજકોટ લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિ ઉત્‍કર્ષના વિવિધ સામાજીક, સેવાકીય, તબીબી, શૈક્ષણિક, ધાર્મિક, સાંસ્‍કૃતિક, રોજગારલક્ષી વિગેરે કાર્યોનું સુચારૂ સંચાલન થઇ શકે તે માટે વિવિધ કમિટીઓની પણ રચના કરવામાં આવી હતી. જેમાં મહિલા સમિતિ (ચેરપર્સન તરીકે શ્રીમતિ રીટાબેન એસ.કુંડલીયા), પ્‍લાનિંગ એન્‍ડ ડેવલપમેન્‍ટ કમિટિ (ચેરમેન તરીકે શ્રી હિરેનભાઇ ખખ્‍ખર) ઓડીટ એન્‍ડ ફ્રોડ મોનિટરીંગ કમિટિ (ચેરમેન તરીકે શ્રી ધવલભાઇ ખખ્‍ખર) તથા આંતરીક ફરિયાદ સમિતિ (પીઠ્ઠાસીન અધિકારી તરીકે સુલભાબેન શીંગાળા)નો સમાવેશ થાય છે. શહેરના નામાંકીત આંખના સર્જન ડો.ચેતનભાઇ હિન્‍ડોચા તથા રઘુવંશી મહિલા અગ્રણી શ્રીમતિ સીમાબેન તેજસભાઇ રાજદેવને કો-ઓપ્‍ટ સભ્‍યો તરીકે નિમણુંક આપવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ લોહાણા મહાજનની ગત ટર્મનો અહેવાલ મહાજનના કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇએ આપ્‍યો હતો. તેમણે કહ્યું હતુ કે અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના સતત માર્ગદર્શન હેઠળ રાજકોટ લોહાણા મહાજને ગત ટર્મમાં જ્ઞાતિ ઉત્‍કર્ષના ઉત્‍કૃષ્‍ટ કાર્યો કર્યા છે, જેને લીધે સમગ્ર સમાજ ઉપર ખૂબ મોટી હકારાત્‍મક અસર થઇ છે. રામકથા, અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ -૨૦૨૩, બ્રહ્મભોજન, સિનિયર સિટીઝનો માટે દ્વારકા-નાગેશ્વર યાત્રા, જરૂરીયાતમંદોને અનાજ વિતરણ વિગેરેને કારણે સમગ્ર રઘુવંશી સમાજમાં અસામાન્‍ય એકતાની ભાવના ઉજાગર થઇ છે.

ગર્મ ટર્મના અહેવાલ બાદ આરસીસી બેંકના સીઇઓ, કાયદેઆઝમ અને રાજકોટ લોહાણા મહાજનની ચૂંટણીના ચૂંટણી કમિશનર ડો. પુરૂષોતમભાઇ પીપરીયાએ મિટીંગના એજન્‍ડા મુજબ કાર્યવાહી સંદર્ભે ચૂંટણીમાં નામાંકન પત્રો ભરનાર તમામ ઉમેદવારો  સામે બંધારણમાં જણાવેલ ટ્રસ્‍ટીઓની સંખ્‍યા કરતા વધુ ઉમેદવારો ન આવતા, તમામ ટ્રસ્‍ટીઓને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા. હાજર રહેલા સૌએ તમામને તાળીઓથી વધાવી લીધા હતા. ત્‍યારબાદ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયેલ તમામ ટ્રસ્‍ટીઓની રાજકોટ લોહાણા મહાજનની ઉપરોકત કમિટિઓમાં પણ સર્વાનુમતે યથાયોગ્‍ય વરણી કરવામાં આવી હતી.

રાજકોટ લોહાણા મહાજનની સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટાયેલા જાહેર થયેલ શ્રી રાજુભાઇ પોબારૂએ નવા ટ્રસ્‍ટી મંડળની પ્રથમ બેઠકને સંબોધન કરતા જણાવ્‍યું હતુ કે આદરણીય શ્રી કિરીટભાઇ ગણાત્રાએ ‘ટીમ રાજકોટ લોહાણા મહાજન' ઉપર મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા સમગ્ર ટીમ સદાય તત્‍પર છે. રામકથા, અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ ૨૦૨૩, બ્રહ્મભોજન, સિનિયર સિટીઝનો માટે નિઃશુલ્‍ક યાત્રા પ્રવાસ, સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારીના વર્ગો, સર્વજ્ઞાતિ-સર્વરોગ નિદાન કેમ્‍પ, કોરોનામાં વેકસીનેશન કેમ્‍પ, કોરોના કેર સેન્‍ટર વિગેરે સમાજલક્ષી-પ્રેરણાદાયી પ્રવૃતિઓને કારણે સમગ્ર વિશ્વમાં રાજકોટ લોહાણા મહાજનની શાખ ટોચ ઉપર પહોંચી છે તે પણ શ્રી કિરીટભાઇ ગણાત્રાની દીર્ધદ્રષ્‍ટિને આભારી હોવાનું રાજુભાઇ પોબારૂએ જણાવ્‍યું હતું. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં જ્ઞાતિઉત્‍કર્ષ-સમાજ ઉત્‍કર્ષના વિવિધ કાર્યો કરવા માટે રાજકોટ લોહાણા મહાજનની નવી ટીમ હંમેશા દોડતી રહેશે તેવો પણ દ્રઢ વિશ્વાસ મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂએ વ્‍યકત કર્યો હતો.

મિટીંગમાં વિશેષ ઉપસ્‍થિત રહેલા અકિલા પરિવારના મોભી, રાજકોટ લોહાણા મહાજનના પથદર્શક, જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ આશીર્વચન આપતા જણાવ્‍યુ હતું કે રામ-લખનની જોડી ગણાતા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇની સમગ્ર ટીમ રઘુવંશી સમાજને એક તાંતણે બાંધવામાં સફળ રહી છે જે અભિનંદનને પાત્ર છે. સમાજ, ધર્મ, રાષ્‍ટ્ર માટે અસંખ્‍ય રઘુવંશીઓએ બલીદાનો પણ આપ્‍યા હોવાનું તેઓએ જણાવ્‍યુ હતું.

શ્રી કિરીટભાઇ ગણાત્રાએ ચિંતા પણ વ્‍યકત કરી હતી કે તાકાતવર રઘુવંશી સમાજમાં એકતાના અભાવને કારણે ઘણી વખત સમાજને અકલ્‍પનીય નુકશાન પણ થતુ જોવા મળે છે. જેથી દરેક સંસ્‍થા તથા ક્ષેત્રમાં રઘુવંશીઓમાં એકતારૂપે આમૂલ પરિવર્તન ખૂબ જરૂરી છે. સમગ્ર સમાજ અહ્‌મમુકત બનીને સકારાત્‍મકતા અને સમજદારી કેળવે તેવી પ્રાર્થના પણ શ્રી કિરીટભાઇ ગણાત્રાએ ઇશ્વરને કરી હતી.

શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન, આશીર્વચન બાદ રાજકોટ લોહાણા મહાજનના નવનિયુકત તમામ હોદેદારો, ટ્રસ્‍ટીઓના શ્રી કિરીટભાઇ ગણાત્રા દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યા હતા અને ફોટોસેશન રાખવામાં આવ્‍યું હતું. હોદ્દેદારોની નિમણુક અંગે જરૂરી પેપરવર્ક કરવામાં જાણીતા કાયદા નિષ્‍ણાંત શ્રી શ્‍યામલભાઇ સોનપાલે સુપેરે ફરજ બજાવી હતી. સમગ્ર કાર્યક્રમનું  સફળતાપૂર્વક સંચાલન તથા અંતમાં આભારવિધિ સંસ્‍થાના ટ્રસ્‍ટી ડો.પરાગભાઇ દેવાણી દ્વારા કરવામાં આવી હતી.

રાજકોટ લોહાણા મહાજનઃ

નવી ટર્મ માટેના હોદ્દેદારો-ટ્રસ્‍ટીઓ

* રાજુભાઇ પી. પોબારૂ          પ્રમુખ

* ડો.નિશાંતભાઇ જે. ચોટાઇ     કારોબારી પ્રમુખ

* શ્રીમતિ રૂપલબેન આર. રાજદેવ   ઉપપ્રમુખ

* શ્રીમતિ રીટાબેન બી. કોટક   મંત્રી

* ધવલભાઇ ડી. કારીયા        ખજાનચી

* શ્રીમતિ અલ્‍કાબેન જે. પુજારા ટ્રસ્‍ટી

* શ્રીમતિ અલ્‍પાબેન આર. બરછા    ટ્રસ્‍ટી

* ડો.ભાવેશભાઇ એ. સચદે      ટ્રસ્‍ટી

* શ્રીમતિ ભાવિનીબેન આઇ. ખખ્‍ખર        ટ્રસ્‍ટી

* ધવલભાઇ આઇ. ખખ્‍ખર     ટ્રસ્‍ટી

* દિનેશભાઇ આર. બાવરીયા   ટ્રસ્‍ટી

* હરીશભાઇ જે. લાખાણી       ટ્રસ્‍ટી

* હિરેનભાઇ આર. ખખ્‍ખર     ટ્રસ્‍ટી

* ડો.જનકભાઇ કે. ઠક્કર        ટ્રસ્‍ટી

* એડવોકેટ જતીનભાઇ ડી. કારીયા  ટ્રસ્‍ટી

* જીતુભાઇ એ. ચંદારાણા       ટ્રસ્‍ટી

* કિશોરભાઇ જે. કોટક          ટ્રસ્‍ટી

* ડો.કૃપાબેન એચ. ઠક્કર       ટ્રસ્‍ટી

* એડવોકેટ મનિષભાઇ એચ. ખખ્‍ખર       ટ્રસ્‍ટી

* મુકેશભાઇ એલ. પાબારી     ટ્રસ્‍ટી

* શ્રીમતિ નિકિતાબેન એન. નથવાણી       ટ્રસ્‍ટી

* ડો.પરાગભાઇ ડી. દેવાણી     ટ્રસ્‍ટી

* શ્રીમતિ રીટાબેન એસ. કુંડલીયા   ટ્રસ્‍ટી

* શૈલેષભાઇ જે. પાબારી       ટ્રસ્‍ટી

* એડવોકેટ શ્‍યામલભાઇ એમ. સોનપાલ    ટ્રસ્‍ટી

* એડવોકેટ તુષારભાઇ એમ. ગોકાણી        ટ્રસ્‍ટી

* ડો.ચેતનભાઇ આર. હિન્‍ડોચા  કો-ઓપ્‍ટ ટ્રસ્‍ટી

* શ્રીમતી સીમાબેન ટી. રાજદેવ   કો-ઓપ્‍ટ ટ્રસ્‍ટી

 

ચૂંટણી કમિશનર તરીકે કાયદેઆઝમ ડો.પુરૂષોતમ પીપરીયાની સરાહનીય કામગીરી

રાજકોટ લોહાણા મહાજનની ગત ચૂંટણી પછી ચૂંટાયેલ ટ્રસ્‍ટીઓ અને મહાજન સમિતિએ જુના બંધારણમાં ફેરફાર કરવા માટે અકિલાના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ અને કાયદેઆઝમ ડો.પુરૂષોતમ પીપરીયાના વડપણ હેઠળ રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્‍ટના બંધારણ માટે સુધારણા સમિતિ રચવામાં આવેલ હતી. તે સમિતિની ભલામણો મહાજન સમિતિએ  સ્‍વીકારીને ચેરીટી કમિશનરશ્રી કચેરીમાં બંધારણ સુધારણા દરખાસ્‍ત રજુ કરતા ચેરીટી કમિશનરશ્રી તરફથી નવું બંધારણ મંજુર કરવામાં આવેલ. તેમાં નિર્દિષ્‍ટ ચૂંટણી અંગેના પ્રાવધાનો અનુસાર ચૂંટણી કરવા માટે ચૂંટણી કમિશનર તરીકે આરસીસી બેંકના સીઇઓ ડો.પુરૂષોતમ પીપરીયાની નિમણૂંક કરવામાં આવેલ હતી.

ડો.પુરૂષોતમ પીપરીયાએ બંધારણ અને કાયદાના પ્રાવધાનોના પરિપ્રેક્ષ્યમાં કોઇપણ પ્રકારના વિધ્‍નો વગર ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરેલ તે અંગે રાજકોટ લોહાણા મહાજનને ડો. પુરૂષોતમ પીપરીયાની કામગીરીને બિરદાવી હતી.

(11:42 am IST)