Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

એમપીથી ત્રણ વર્ષથી છુટક ગાંજો લાવી રાજકોટમાં વેંચતો ઇસ્‍માઇલ પકડાયો

એસઓજી પીઆઇ જે. ડી. ઝાલા અને ટીમે રૂખડીયાપરાના શખ્‍સને તેના ઘર પાસેથી દબોચી ૩૩૮૨૦નો ગાંજો કબ્‍જે કર્યોઃ પ્ર.નગર પોલીસ કરશે આગળની

રાજકોટ તા. ૭: શહેરમાંથી માદક પદાર્થની હેરાફેરી, સેવનનું દૂષણ દૂર કરવા ‘સે નો ટુ ડ્રગ્‍સ' મિશન ચાલી રહ્યું છે.  તે અંતર્ગત શહેર એસઓજીએ વધુ એક વખત ગાંજા સાથે એક શખ્‍સને પકડી લીધો છે. રૂખડીયાપરા મફતીયાપરામાં પૂનમ પ્રોવિઝન સ્‍ટોર સામે રહેતાં ઇસ્‍માઇલ આમદભાઇ શેખ (ઉ.વ.૪૫) નામના રિક્ષાચાલકને રૂા. ૩૩,૮૨૦ના ૩ કિલો ૩૮૨ ગ્રામ ગાંજા સાથે પકડી લેવાયો છે.

એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. ઇન્‍દ્રસિંહ જાડેજા અને કોન્‍સ. દિગ્‍વીજયસિંહ ગોહિલને બાતમી મળી હતી કે રૂખડીયાપરામાં રહેતો ઇસ્‍માઇલ ગાંજો લાવ્‍યો છે. આ માહિતી પરથી દરોડો પાડી તેને સકંજામાં લેતાં રૂા. ૩૩૮૨૦નો ગાંજો મળતાં એનડીપીએસ એક્‍ટ હેઠળ પ્ર.નગરમાં ગુનો દાખલ કરાવાયો હતો. ઇસ્‍માઇલ પાસેથી ગાંજો અને બે મોબાઇલ ફોન મળી રૂા. ૪૩૮૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો.

પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ રિક્ષા હંકારતો આ શખ્‍સ છેલ્લા ત્રણેક માસથી ગાંજો વેંચવાના રવાડે ચડી ગયો છે અને મધ્‍યપ્રદેશથી છુટક છુટક લાવીને વેંચાણ કરે છે. આ વખતે તે બસ મારફત એમપીથી ગાંજો લાવ્‍યાનું રટણ કર્યુ હતું. આગળની તપાસ માટે પ્ર.નગર પોલીસ રિમાન્‍ડની તજવીજ કરશે.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અનુસાર પીઆઇ જે. ડી. ઝાલા, એએસઆઇ ડી. બી. ખેર, હેડકોન્‍સ. ઇન્‍દ્રસિંહ જાડેજા, દિગ્‍વીજયસિંહ ગોહિલ, ફિરોઝભાઇ રાઠોડ, કોન્‍સ. અરૂણભાઇ બાંભણીયા, હાર્દિકસિંહ પરમાર અને ડ્રા. હેડકોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ઝાલાએ કામગીરી કરી હતી. પ્રાથમિક પરિક્ષણ એફએસએલ અધિકારી વાય. એચ. દવેએ કર્યુ હતું.

(11:42 am IST)