Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

9 ડિસેમ્બરની જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ ડાઈવર્ટ કારયેલા રૂટ પર દોડશે

રાજકોટ :દક્ષિણ રેલવેમાં આવેલા કોચુવેલી યાર્ડમાં રિમોડલિંગની કામગીરી માટે બ્લોક લેવાને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસને અસર થશે.

રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ, 9 ડિસેમ્બર, 2022ના રોજ જામનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા પલ્લકડ-પોલ્લાચી-ડિંડીગુલ-મદુરાઈ થઈને દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં થ્રિસુર, અલુવા, એર્નાકુલમ, અલાપ્પુઝા, કયામકુલમ, કોલ્લમ, તિરુવનંતપુરમ સેન્ટ્રલ, પરસાલા, નાગરકોઇલ ટાઉન અને વલ્લીયુર સ્ટેશનનો સમાવેશ થાય છે.

ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

(1:01 am IST)