Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

કણકોટ ખાતેના મતગણતરી કેન્દ્ર પર કોઈપણને મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ:જિલ્લા ચૂંટણી અધિકારી

રાજકોટ :રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભાની મતગણતરી ૮મી ડિસેમ્બરે કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે હાથ ધરાનાર છે. જેની ગોપનીયતા અને સુરક્ષાની બાબતોને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે કે, કણકોટ મતગણતરી કેન્દ્ર ખાતે રાજકીય પક્ષોના મતગણતરી કેન્દ્ર ખાતેના એજન્ટો, મતગણતરી કાર્યમાં ફરજ પર રોકાયેલા કર્મચારીઓ સહિતના કોઈપણ વ્યક્તિને સરકારી ઇજનેરી કોલેજના પરિસરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે

(12:57 am IST)