Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

પૂ.લોકેશમુનિની વૈયાવચ્ચ રત્ન ચન્દ્રકાંતભાઈ શેઠના નિવાસે પધરામણી

રાજકોટઃ વૈયાવચ્ચ રત્ન જૈન શ્રેષ્ઠી ચંન્દ્રકાંતભાઇ શેઠનાં નિવાસસ્થાને ગાદિપતિ પુજય ગીરીશમુનિ મહારાજની ૬૭મી દિક્ષા જયંતિ પ્રસંગે ગુજરાત રત્ન પુજય શુશાંતમુનિ મહારાજ સાહેબ અને  લાઇફ સંસ્થાના  કાર્યક્રમમાં હાજરી આપવા દિલ્હી થી ખાસ જૈન આચાર્ય શ્રી લોકેશમુનિ મહારાજ પધારેલ સાથે આચાર્ય શ્રુતપ્રજ્ઞજી પણ ખાસ ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે રૂષભભાઈ શેઠ, ધારાશાસ્ત્રી કમલેશભાઈ શાહ, મયુરભાઈ શાહ, સુશીલભાઈ ગોડા, એનીમલ હેલ્પલાઈનના મિતલભાઈ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર સહિતના ઉપસ્થિત રહેલ.

(4:15 pm IST)