Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

મારામારીના અનેક ગુનામાં સામેલ રવિ ઉર્ફે ચીકુને પાસા

રાજકોટ, તા. ૭ : શહેરના રૈયાધાર વિસ્તારમાં અગાઉ થયેલી મારમારીના ગુનામાં યુનિવર્સિટી પોલીસે રવી ઉર્ફે ચીકુ ડાયાભાઇ જાદવ (ઉ.વ.ર૦) (રહે. રૈયાધાર મફતીયાપરા ઇન્દીરાનગર શેરી નં. ૧૧)ની ધરપકડ કરી હતી. આ શખ્સને પાસામાં ધકેલાવા માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા પીસીબીના પીઆઇ એસ.એન. ગડુ હેડ કોન્સ. રાજુભાઇ, શૈલેષભાઇ, અજયભાઇ, ઇન્દ્રજીતસિંહ, રાહુલગીરી તેમજ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર.એસ.ઠાકર, પીએસઆઇ એમ.વી. રબારી, હેડ કોન્સ. હરેશભાઇ, હરપાલસિંહ, રાજેશભાઇ, લક્ષ્મણભાઇ, ગીરીશરાજસિંહ, જેન્તીગીરી, પુષ્પરાજસિંહ, મુકેશભાઇ તથા નિર્મળસિંહ સહિતે રવી ઉર્ફે ચીકુ ડાયાભાઇ જાદવ (ઉ.વ.ર૦) ની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો છે.

(4:13 pm IST)