Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

રણછોડનગરમાં કારમાંથી ૮૪ બોટલ દારૂ પકડાયોઃ ક્રાઇમ બ્રાન્ચનો દરોડો

દારૂનો જથ્થો રતનપરના લક્કીરાજસિંહ ઉર્ફે લક્કી રઘુવીરસિંહ ઝાલાનો હોવાનું ખુલ્યું: કાર સહીત ૧.૮૩ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ, તા., ૭: રણછોડનગર શેરી નં. ૩ ખાતે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી કારમાંથી ૮૪ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.  પ્રાપ્ત વિગતો મુજબ ક્રાઇમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયા તથા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.એમ.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એસ.સોનારા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઇ મંડ, નીશાનભાઇ પરમાર તથા અજીતસિંહ પરમારને મળેલ હકીકતને આધારે રણછોડનગર શેરી નં. ૩ ખાતે દરોડો પાડી ફોર્ડ ફિયાસ્ટા કાર નં. જીજે૧ કેબી ૩૪૯૭ માંથી અલગ-અલગ બ્રાન્ડની ૭ પેટી બોટલ ંનંગ ૮૪ કિંમત ૩૩,૬૦૦નો જથ્થો તથા કાર  કિંમત દોઢ લાખ મળી ૧.૮૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ દારૂનો જથ્થો લક્કીરાજસિંહ ઉર્ફે લક્કી રઘુવીરસિંહ ઝાલા (રહે. રામધામ સોસાયટી, ગામ રતનપર)નો હોવાનું ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે. આ કાર્યવાહીમાં ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ સમીરભાઇ શેખ, અનીલભાઇ સોનારા, નિલેશભાઇ ડામોર તથા હરદેવસિંહ રાણા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(4:12 pm IST)